ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
કોઈ પણ નબળાઈને દૂર કરવા માટે તમારી શક્તિઓનો ઉપયોગ કરો અને તમારી અંતઃ પ્રેરણા પર ધ્યાન આપો. તમારી દિનચર્યામાં એક એવું માળખું બનાવો જે તમારી પાસે રહેલા સમયનો મહત્તમ ઉપયોગ કરે. કેટલાકને તેમના નાણાકીય ક્ષેત્રમાં વધઘટનો અનુભવ થઈ શકે છે અને આ એવી વસ્તુ છે જેના માટે તમે યોજના બનાવી શકો છો. એવી પરિસ્થિતિઓનો સામનો કરવામાં ડરશો નહીં જેની સીધી અસર તમારા પર પડે છે.
લિયો વિશે બધું
તેઓ સ્વાભાવિક રીતે જન્મેલા નેતા છે. લિયો રાશિના લોકોને ધ્યાનનું કેન્દ્ર બનવાનું ગમે છે. તેઓ તેમના આંતરિક વર્તુળમાં રહેલા લોકો પ્રત્યે અત્યંત વફાદાર અને રક્ષણાત્મક હોય છે. નાટકીય બનવું તેમના માટે પ્રમાણમાં સરળતાથી આવે છે અને જીવન પ્રત્યેનો તેમનો ઉત્સાહ અનિવાર્ય છે. લિયો રાશિના લોકો સ્વાભાવિક રીતે જ બીજાઓને મદદ કરવા માટે ખૂબ જ આગળ વધે છે અને તેમના સમય અને સંપત્તિ સાથે ઉદાર હોય છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તાણનું કારણ બની શકે એવી ધીમી ગતિએ ચાલતી કોઈ પણ પરિસ્થિતિ ધીમે-ધીમે ઉકેલાઈ જશે. આવેગમાં આવીને ભાવનાત્મક નિર્ણયો લેશો નહીં, જેનો તમને પાછળથી પસ્તાવો થઈ શકે.
સ્વાસ્થ્ય ટિપ : મજબૂત લાઇફસ્ટાઇલના પાયા મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો જે ટકાઉ હોય. તમે પૂરતું પાણી પીઓ અને શુગરવાળા ખોરાક લેવાનું ટાળો. એ તમને સુસ્ત બનાવી શકે છે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
તમારી ખરેખર કાળજી રાખે છે એવા નજીકના મિત્રો સાથે સમય વિતાવો. જેમના બૉસ માઇક્રો-મૅનેજમેન્ટ કરે છે એવા લોકોએ વાતચીતમાં ખૂબ જ સ્પષ્ટ રહેવું જોઈએ અને ટાઇમલાઇનનું પાલન કરવું જોઈએ.
સ્વાસ્થ્ય ટિપ : જેમને શ્વસન ઍલર્જીની સંભાવના હોય તેમણે શરદી કે સાઇનસ ઍલર્જીનું કારણ બને એવી કોઈ પણ વસ્તુથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
જો તમારે કોઈ મિત્ર સાથે મુશ્કેલ વાતચીત કરવાની જરૂર હોય તો ખૂબ સ્પષ્ટ રહો. કોઈ પણ કાનૂની સમસ્યાને કાળજીપૂર્વક અને દૂરંદેશીથી ઉકેલવી જોઈએ. લાંબા ગાળાના ફાયદા પર નજર રાખો.
સ્વાસ્થ્ય ટિપ : કોઈ પણ ડૉક્ટરની મુલાકાત અથવા નિયમિત સારવારની જરૂર હોય તો એને અવગણશો નહીં. કોઈ પણ નાની સ્વાસ્થ્ય-સમસ્યા વધુ ખરાબ થાય એ પહેલાં એનું ધ્યાન રાખો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
જો તમે વધુ પડતા સંવેદનશીલ બનતા હો તો તમારી લાગણીઓને કાબૂમાં રાખો. વાહન ચલાવતી વખતે સાવચેત રહો, કારણ કે જો તમે કાળજીપૂર્વક વાહન ચલાવતા હો તો પણ અકસ્માતનો ભોગ બની શકો છો.
સ્વાસ્થ્ય ટિપ : જો તમે લાઇફસ્ટાઇલમાં કોઈ ફેરફાર કરવા માગતા હો તો કાળજીપૂર્વક નિર્ણય લો. જે લોકો સંવેદનશીલ પાચનતંત્ર ધરાવે છે તેમણે પોતાની જાતની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
પરિસ્થિતિ સુધારવા માટે જે હવે તમારા માટે કામ કરતું નથી તેને છોડી દો અથવા જરૂરી ફેરફારો કરો. પોતાનો બિઝનેસ ધરાવતા ઉદ્યોગપતિઓએ કોઈ બિનજરૂરી જોખમ ન લેવું જોઈએ.
સ્વાસ્થ્ય ટિપ : શક્ય હોય ત્યાં સુધી બહાર ખાવાનું ટાળવાનો પ્રયાસ કરો. જેમને કમર અને ગરદનની સમસ્યાઓ હોય તેમણે પોતાની જાતની થોડી વધારે કાળજી લેવી જોઈએ.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
ઑફિસમાં થતા કોઈ પણ પૉલિટિક્સ અને તમારી વિરુદ્ધ કામ કરી રહેલા સહકર્મચારીઓથી સાવધાન રહો. કંટાળો આવે એટલે ખરીદી કરવાનું ટાળો. સમયનું સંચાલન કાર્યક્ષમ રીતે કરો.
સ્વાસ્થ્ય ટિપ : લાઇફસ્ટાઇલમાં કોઈ પણ ફેરફાર કરવા માટે પ્રતિબદ્ધ રહો. તમને જે ખોરાક પચતો ન હોય એ ખાવાનું ટાળો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
સ્પર્ધાત્મક સહકર્મચારીઓ સાથે ડિપ્લોમૅટિક અને બુદ્ધિશાળી રીતે વ્યવહાર કરો. પર્ફેક્ટ બનવાની ચિંતા કર્યા વિના તમારા મનપસંદ શોખ અથવા રમત માટે સમય કાઢો.
સ્વાસ્થ્ય ટિપ : જો તમે નવી થેરપી અથવા ઉપચારપદ્ધતિ અજમાવવા માગતા હો તો સારી રીતે વિચારીને પસંદગી કરો. જેમને હિપ સંબંધિત સમસ્યા છે તેમણે થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
કોઈ પણ પ્રેઝન્ટેશન કે પેપરવર્ક કરતી વખતે ખૂબ સ્પષ્ટ રહો. સિંગલ લોકો માટે આ સમય સકારાત્મક છે, પરંતુ તેમણે નવા લોકોને મળવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે.
સ્વાસ્થ્ય ટિપ : વારંવાર મીઠાઈ અને ડિઝર્ટ ખાશો તો નાની-નાની ખુશીમાં વધારો થશે. હૃદય અને હાઈ બ્લડ-પ્રેશર સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકોએ પોતાની જાતની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
વધુ સારા નિર્ણયો લેવા માટે લાગણીઓને બદલે તમારી અંતઃપ્રેરણાને સાંભળો. કોઈ પણ પડકારજનક પરિસ્થિતિઓ અથવા લોકોને વ્યૂહાત્મક રીતે હૅન્ડલ કરો.
સ્વાસ્થ્ય ટિપ : તમારા સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે શિસ્તબદ્ધ અભિગમ જાળવો. સંપૂર્ણ સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. વરિષ્ઠ નાગરિકોએ પોતાની જાતની થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જરૂરી કાર્ય કરો અને સફળતાને હળવાશથી લેશો નહીં. જે કાર્ય ન કરવું જોઈએ એ કરવા માટે પોતાની જાતને ભાવનાત્મક રીતે મૅનિપ્યુલેટ થવા દેશો નહીં.
સ્વાસ્થ્ય ટિપ : જો ઝડપથી કાળજી નહીં લો તો નાની સ્વાસ્થ્ય-સમસ્યા પણ વધી શકે છે. કિડની સંબંધિત સ્વાસ્થ્ય-સમસ્યાઓ ધરાવતા લોકોએ પોતાની જાતની થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
જો તમે યોગ્ય રીતે જોશો તો તમારા માટે કોઈ પણ પડકારો તકો બની શકે છે. જો તમને વિલંબ થાય છે અથવા લોકો હેરાન કરે છે તો શાંત રહો.
સ્વાસ્થ્ય ટિપ : ખાતરી કરો કે તમે પૂરતો આરામ કરી રહ્યા છો અને વધુ પડતો શ્રમ કરવાનું ટાળો. સિનિયર લોકો તેમની રોજિંદી આદતોમાં નાના ફેરફારો કરવા માગી શકે છે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
કોઈ પણ પરિવર્તનનો સામનો કરો અને પરિસ્થિતિઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. નોકરી બદલવા અથવા પગારવધારો મેળવવા માગતા લોકો માટે આ એક સકારાત્મક સમય છે.
સ્વાસ્થ્ય ટિપ : જેમને ઉધરસ અને શરદી થવાની સંભાવના છે તેમણે શક્ય હોય ત્યાં સુધી આ રોગ કરતી પરિસ્થિતિ ટાળવી જોઈએ. ખાતરી કરો કે તમે પૂરતું પાણી પીઓ છો.

