ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
અંતરાત્માનો અવાજ સાંભળજો અને બદલાઈ રહેલા સંજોગોને પિછાણી લેજો. નજીકના મિત્રો કે પરિવારજનો જોડે પણ અંગત બાબતોની ચર્ચા કરતા નહીં, કારણ કે એનો ઉપયોગ તમારી વિરુદ્ધ થઈ શકે છે. જોખમી જણાઈ રહેલા વિકલ્પની પસંદગી કરતાં પહેલાં પૂરતી તકેદારી લેજો. લાંબા સમય સુધી ચાલનારી બીમારી ધરાવતાં જાતકોએ પોતાનું થોડું વધુ ધ્યાન રાખવાની જરૂર છે.
પાઇસિસ જાતકો જીવનસાથી તરીકે કેવાં હોય છે?
પાઇસિસ જાતકો સંવેદનશીલ હોય છે. તેઓ જીવનસાથીની લાગણીઓ સહેલાઈથી સમજી લેતાં હોય છે. ક્યારે એમને મદદરૂપ થવું એની એમને ખબર પડતી હોય છે. તેઓ નવું-નવું કરવાનું પસંદ કરતાં હોય છે. આથી એમને પ્રવાસે જવાનું, નવી-નવી રેસ્ટોરાંમાં જમવા જવાનું કે કૉફીશૉપમાં જવાનું ગમતું હોય છે. જોકે, આ જાતકો ક્યારેક મિજાજી પણ હોય છે. એનું એક કારણ એ પણ છે કે આસપાસના લોકોના મિજાજની અસર એમના પર સહેલાઈથી થઈ જતી હોય છે. આ જ કારણસર ક્યારેક એમના લગ્નજીવનમાં પણ તંગદિલી સર્જાય છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
વ્યાવસાયી અને અંગત જીવન વચ્ચે સંતુલન રાખવાનું કામ તમે ધારો છો એટલું મુશ્કેલ નહીં હોય. તમારે ફક્ત સમજી-વિચારીને યોગ્ય વિકલ્પોમાંથી પસંદગી કરવાની રહેશે. જોખમ ધરાવતાં રોકાણો કરવાનું ટાળજો.
આરોગ્યવિષયક સલાહ : કોઈ પણ મેડિકલ નિર્ણય લેતાં પહેલાં તમારી પાસેના તમામ વિકલ્પોનો વિચાર કરી લેજો. જેમને ગૅસને લગતી તકલીફ રહેતી હોય એમણે ખાણીપીણીની બાબતે વધારે સાચવવું.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
સગાઈના બંધનથી બંધાયેલાં જાતકો લગ્નનું આયોજન કરી શકે છે. નાણાકીય નિર્ણયો પૂરતો વિચાર કર્યા બાદ જ લેજો.
આરોગ્યવિષયક સલાહ : તમારા આરોગ્ય પર લાંબા ગાળે અસર કરે એવા નાના-નાના ફેરફારો કરવા પર ધ્યાન આપજો. જો તમને ખાંસીની તકલીફ રહેતી હોય તો ગળાની થોડી વધુ કાળજી રાખજો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
પ્રૉપર્ટીને લગતી કોઈ પણ બાબતમાં સાવધાનીપૂર્વક આગળ વધજો. ખાસ કરીને કોઈ કાનૂની પ્રશ્ન આવ્યો હોય તો વધારે સાવધાનીની જરૂર પડશે.આરોગ્યવિષયક સલાહ : જે જાતકોને આધાશીશીની તકલીફ રહેતી હોય એમણે આ તકલીફ વધારનારાં પરિબળોથી દૂર રહેવું જરૂરી બની રહેશે. તમારા રોજિંદા જીવનમાં ઓછામાં ઓછી એક આરોગ્યપ્રદ આદતનો ઉમેરો કરતાં જવું.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
ભૂતકાળ ભૂલી જવો અને તમારી દૃષ્ટિએ તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એના દોષનો ટોપલો તમારા માથે લઈ લેવો નહીં. જટિલતાભર્યાં રોકાણોથી દૂર જ રહેજો.
આરોગ્યવિષયક સલાહ : જેમને શ્વસનતંત્રને લગતી તકલીફ રહેતી હોય એમણે ડૉક્ટરે સૂચવેલી દવા યોગ્ય રીતે લેવી. તમારું શરીર માગે ત્યારે પૂરતું પાણી પીને હાઇડ્રેશનનું ધ્યાન રાખજો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
તમે જે ઇચ્છો છો અને જે સાચું છે એ બન્ને કાર્યો વચ્ચે સંતુલન રાખવાનું તમારા માટે મુશ્કેલ બની રહેશે. ખાસ કરીને તમે ડરીને રહેતા હશો તો આવું વધારે થશે. ઑફિસના રાજકારણથી દૂર જ રહેજો.
આરોગ્યવિષયક સલાહ : મોટી ઉંમરનાં જાતકોએ પોતાનું થોડું વધુ ધ્યાન રાખવું. ખાણીપીણીની બાબતે અને વ્યાયામ કરવામાં અતિરેક થઈ જાય નહીં એની તકેદારી લેજો. તબિયત સાચવવા માટે સંતુલિત અને સર્વાંગી અભિગમ અપનાવજો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કોઈ પણ વાટાઘાટમાં અથવા ઇન્ટરવ્યુમાં પોતાની અપેક્ષાઓ વિશે પહેલેથી જ સ્પષ્ટતા રાખજો. લાંબા ગાળાનાં રોકાણો કરવા માટે સાનુકૂળ સમય છે. ધીરજ રાખજો.
આરોગ્યવિષયક સલાહ : તમારી આદતોમાં ફેરફાર કરશો તો શક્તિ અને સ્ફૂર્તિ ઘણી સારી રહેશે. જેમને સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલી નડી રહી હોય એમણે સંભવત: ડૉક્ટરની સલાહ લેવી પડશે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
જેમનું બજેટ તંગ હોય એમણે દરેક નાના ખર્ચ બાબતે પણ વધારે સાવધાન રહેવું જરૂરી છે. કોઈ પણ મીટિંગ કે વાટાઘાટ માટે જાઓ ત્યારે પૂરતી તૈયારી કરી જવું.
આરોગ્યવિષયક સલાહ : તમને જરા પણ થાક લાગ્યો હોય અથવા તબિયત સારી નથી એવું લાગતું હોય તો પૂરતો આરામ લઈ લેજો. બિનજરૂરી રીતે દવાઓ લેતા નહીં. જો તબીબી રિપોર્ટ જોવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય એવું લાગતું હોય તો રિપોર્ટ બે વાર ધ્યાનપૂર્વક તપાસી જજો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
દરેક પરિસ્થિતિને તમારા લાભની દૃષ્ટિએ નિહાળજો અને કોઈ કામ તમારી ધારણા મુજબ પાર પડે નહીં ત્યારે એને ક્યારે ભૂલી જવું એનું ધ્યાન રાખજો. ઑનલાઇન લખાણ કે અભિવ્યક્તિ બાબતે સાવધાન રહેજો.
આરોગ્યવિષયક સલાહ : જેમને હાઈ બ્લડ પ્રેસર રહેતું હોય અથવા હૃદયને લગતી તકલીફ હોય એમણે પોતાની થોડી વધુ કાળજી લેવી પડશે. મોટી ઉંમરનાં જાતકોએ હાડકાંની મજબૂતી માટેના ઉપાયો કરવાના રહેશે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
તમારા પર વધારાની વ્યક્તિગત જવાબદારીઓ આવી ગઈ હોવાની સ્થિતિમાં પોતાનાથી થાય એટલું ઉત્તમ કાર્ય કરજો. મૈત્રી સહિતના સંબંધો માટે સાનુકૂળ સમય છે.
આરોગ્યવિષયક સલાહ : જે જાતકો લાંબા સમયની બીમારીથી પીડાતા હોય એમણે ડૉક્ટરની સલાહનું અચૂક અનુકરણ કરવું. તમારામાં આળસ અને સુસ્તી લાવે એવો કોઈ પણ ખોરાક લેવાનું ટાળજો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જો તમારી સામે અનેક વિકલ્પો આવીને ઊભા હોય તો પોતાના ધ્યેય પ્રત્યે એકાગ્રતા રાખીને વિકલ્પોમાંથી કાળજીપૂર્વક પસંદગી કરજો. મોટી ઉંમરની વ્યક્તિ કે માર્ગદર્શક પાસેથી મળતી સલાહ યોગ્ય દૃષ્ટિએ જોવી અને પોતાની સ્થિતિ અનુસાર વ્યવહારમાં ફેરફાર કરવો.
આરોગ્યવિષયક સલાહ : વજન ઘટાડવા કે વધારવા માગતાં જાતકોએ ખાણીપીણીમાં શિસ્ત રાખવી. જો રોગપ્રતિકારકશક્તિ ઘટી ગઈ હોય તો થોડી વધારે કાળજી રાખવી.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
માનસિક તાણ સર્જનારી કોઈ પણ પરિસ્થિતિનો પોતાની પૂરેપૂરી શક્તિ લગાવીને હલ લાવવો અને પોતાનાથી થાય એના કરતાં વધુ કામ માથે લેવું નહીં. તમારા માટે જે વિશ્વાસુ મિત્ર હોય તેમના માટે જરૂર પડે ત્યારે સમય કાઢજો.
આરોગ્યવિષયક સલાહ : શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રાંધેલું ખાજો. સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારાઓને ઇચ્છિત પરિણામ મળવાની શક્યતા છે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
સર્જનશીલ કાર્ય કરનારાઓ માટે સારો સમય ચાલી રહ્યો છે. એમણે પ્રાપ્ત તકોનો મહત્તમ ઉપયોગ કરી લેવો. જો રોકાણના અનેક વિકલ્પો સામે આવ્યા હોય તો બધાનું વિશ્લેષણ કરીને સમજી-વિચારીને પસંદગી કરજો.
આરોગ્યવિષયક સલાહ : તમને સદતો હોય એવો જ ખોરાક લેજો. કરોડરજ્જુ અને પીઠની વધુ કાળજી લેવી, કારણ કે એને લગતી સમસ્યા સર્જાવાનું જોખમ છે. બેસવા અને સૂવાનું પોશ્ચર સુધારવાની જરૂર છે.

