મૅચ દરમ્યાન હાર્દિક પંડ્યા અને ગુજરાતના સ્પિનર સાઈ કિશોર વચ્ચે રકઝક થઈ હતી, પણ મૅચ બાદ ગુજરાત ટાઇટન્સના જૂના સાથી પ્લેયર્સ ખુશીથી ભેટી પડ્યા હતા. IPLના નવા નિયમો અનુસાર પહેલી વાર થયેલી આ ભૂલ બદલ તેને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યા અને ગુજરાતના સ્પિનર સાઈ કિશોર વચ્ચે રકઝક
IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સની અંતિમ મૅચમાં સ્લો ઓવરરેટ બદલ કૅપ્ટન હાર્દિક પંડ્યા IPL 2025માં પોતાની ટીમ તરફથી પહેલી મૅચ રમી શક્યો નહોતો. ગુજરાત ટાઇટન્સ સામે તેણે એક મૅચના પ્રતિબંધ બાદ વાપસી કરી હતી, પણ ફરી તેણે સ્લો ઓવરરેટ બદલ સજાનો સામનો કરવો પડી રહ્યો છે. IPLના નવા નિયમો અનુસાર પહેલી વાર થયેલી આ ભૂલ બદલ તેને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

