ઓછી ઊંઘ થવાથી દેખાતાં ડાર્ક સર્કલ્સ અને સ્મજ થયેલો મેકઅપ લોકો કૂલ દેખાવા માટે કરી રહ્યા છે
જેના ઓર્ટેગા
આજકાલ ઇન્સ્ટાગ્રામ ખોલો તો તમને એક નવો મેકઅપ ટ્રેન્ડ દેખાશે, ‘ટાયર્ડ ગર્લ લુક’. આ કોઈ ચમકદાર ‘ક્લીન ગર્લ’ લુક નથી; ન તો એ ગ્લૅમરસ, ગ્લો કરતી સ્કિન વિશે છે. એનો મતલબ એ છે કે તમે થોડા થાકેલા, પણ નૅચરલ સ્કિનમાં દેખાઓ એવો મેકઅપ. આ ટ્રેન્ડનો મોટો પ્રેરણાસ્રોત છે OTT પ્લૅટફૉર્મની લોકપ્રિય સિરીઝ વેન્સ્ડે. આ સિરીઝમાં વેન્સ્ડે ઍડમ્સનું પાત્ર ભજવનારી અભિનેત્રી જેના ઓર્ટેગાનાં સ્મજ્ડ આઇલાઇનર, સ્પષ્ટ ડાર્ક સર્કલ્સ અને મૅટ એટલે કે ગ્લૉસી નહીં પણ નૅચરલ લાગે એવો મેકઅપ, થોડી ઉદાસ સ્કિન જ જેન-ઝી માટે ‘ટાયર્ડ ગર્લ’ ટ્રેન્ડની બ્લુપ્રિન્ટ બની ગયાં છે. ‘ટાયર્ડ ગર્લ લુક’ એ મેકઅપ નથી, મૂડ છે. જેન-ઝી એવી પેઢી છે જેને પર્ફેક્શન કરતાં રિયલિસ્ટિક રહેવું વધુ પસંદ છે. આંખ નીચેનાં ડાર્ક સર્કલ્સ છુપાવવાની જરૂર નથી, સ્મજ્ડ આઇલાઇનર પણ સ્ટાઇલિશ લાગી શકે છે. સ્કિન થોડી અનઈવન હોય તો પણ એ રિયલ લાગે છે. આ પ્રકારનો મેકઅપ ટ્રેન્ડમાં આવવા પાછળનું કારણ સૌંદર્ય પર્ફેક્શનમાં નહીં પણ ઑથેન્ટિસિટીમાં છે એ સંદેશ પહોંચાડવાનું છે.
આ મેકઅપ કઈ રીતે કરવો?
ADVERTISEMENT
જો તમે પણ આ ટ્રેન્ડ અજમાવવા માગતા હો તો અહીં છે સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડલાઇન્સ, એને ફૉલો કરો...
મિનિમલ બેઝ
હેવી ફાઉન્ડેશનને બદલે ટિન્ટેડ મૉઇશ્ચરાઇઝર અથવા હળવું સ્કિન ટિન્ટ લગાવો. કન્સીલર ફરજિયાત નથી. તમને ઇચ્છા હોય તો અપ્લાય કરી શકો છો, નહીં લગાવશો તો સ્કિનની ઑથેન્ટિસિટી દેખાશે.
સ્મજ્ડ આઇલાઇનર
પર્ફેક્ટ વિન્ગ લાઇનર બનાવવાનો પ્રયત્ન કરવાને બદલે મેસી, થોડું ફેલાયેલું લાઇનર લગાવો. સૉફ્ટ અને ન્યુડ આઇશૅડોઝ આવા લુકને વધુ કૉમ્પ્લીમેન્ટ આપશે. આઇલાઇનર સાથે કાજલ પણ અપ્લાય કરીને સ્મજ્ડ ઇફેક્ટ આપવી.
ક્રીમ બ્લશ
પાઉડર બ્લશ વાપરવાને બદલે મ્યુટેડ પિન્ક અથવા પીચ ટોનમાં ક્રીમ બ્લશ યુઝ કરવું જેથી ચહેરો થોડો થાકેલો અને ક્યુટ લાગશે.
ગ્લૉસી લિપ્સ
મૅટ લિપસ્ટિક કરતાં વધારે સારો વિકલ્પ છે લિપબામ અથવા ટિન્ટેડ ગ્લૉસ. આ લુકને સૉફ્ટ બનાવે છે. લિપસ્ટિકને લગાવતાં પહેલાં લિપ-ડિફાઇનર યુઝ કરવા કરતાં ડાયરેક્ટ લિપસ્ટિક લગાવીને એને આજુબાજુની સ્કિન સાથે સ્મજ કરવાથી ડીફ્યુઝ્ડ ઇફેક્ટ આપી શકાશે.

