ભારેભરખમ બૅગ લેવી પડે એના કરતાં વજનમાં હળવાં પણ દેખાવમાં સ્ટાઇલિશ કપડાં લેશો તો પ્રવાસનો આનંદ બમણો થઈ જશે
પ્રતીકાત્મક તસવીર
ટ્રાવેલિંગ વખતે ફોટો-ફ્રેન્ડ્લી આઉટફિટ ન હોય તો ફરવાની જરાય મજા આવતી નથી અને એમાંય એવાં આઉટફિટ્સ હોય જે ઇસ્ત્રી કર્યા વગર પહેરી જ ન શકો તો ઇસ્ત્રીનું વજન પણ ઊંચકવું પડે છે. આમ ભારેભરખમ બૅગ સાથે લઈને ફરવાથી ટ્રાવેલિંગ કમ્ફર્ટેબલ થતું નથી. શક્ય હોય એટલી ઓછી ચીજો અને કપડાંની પસંદગી કરવી બહુ જરૂરી હોય છે. વજનમાં હલકાં અને સૌથી મહત્ત્વની વાત જગ્યા ન રોકે અને ઇસ્ત્રી કરવાની જરૂર ન પડે એવા ફૅબ્રિકનાં કપડાં પહેરવાં જોઈએ. પૉલિએસ્ટર અને રેયૉન બ્લેન્ડ ક્રીઝ-ફ્રી ફૅબ્રિક છે. એ વજનમાં પણ હળવાં અને સરળતાથી સુકાઈ જાય એવાં હોવાથી એનાં વનપીસ, ટૉપ અને મૅક્સી ગાઉન કૅરી કરી શકાય. અત્યારે આવા ફૅબ્રિકમાં પ્રિન્ટિંગની અઢળક ડિઝાઇન્સ મળી રહેશે. કમ્ફર્ટેબલ ફૅબ્રિકમાં લિનન બ્લેન્ડ અને નીટેડ કૉટનનાં ટી-શર્ટ્સ કે શર્ટ્સ લઈ જઈ શકો. મેન્સ ફૅશનમાં પણ અત્યારે રેયૉન બ્લેન્ડ અને લિનન ફૅબ્રિકનાં શર્ટ્સની ફૅશન ચાલે જ છે. સૉલિડ કલર્સનાં પ્રિન્ટેડ શર્ટ્સ ટ્રાવેલ-ફ્રેન્ડ્લી હોવાની સાથે કમ્ફર્ટ પણ ફીલ કરાવશે. આ ઉપરાંત વજનદાર ડેનિમને બદલે સ્ટ્રેચેબલ જીન્સ અથવા જેગિંગ્સ, સેમી-ફૉર્મલ લુક આપવા પૅન્ટ્સ, કેપ્રીઝ તથા ટ્રૉપિકલ અથવા બીચ-ડેસ્ટિનેશન્સ માટે ટ્રાવેલ શોર્ટ્સ અથવા પલાઝો કૅરી કરી શકાય. શૉર્ટ્સ કૅરી કરી હોય તો સાથે લેયરિંગમાં ડેનિમ જૅકેટ અથવા લાઇટવેઇટ કાર્ડિગન સારાં લાગશે. લોકેશન અને સમય અનુસાર કલર-કૉમ્બિનેશનની સાથે મિક્સ-ઍન્ડ-મૅચના કૉમ્બિનેશન પર ધ્યાન આપશો તો તમને પર્ફેક્ટ ફોટો-ફ્રેન્ડ્લી લુક મળશે. આ રીતે તમે ટ્રાવેલિંગ દરમિયાન સ્ટાઇલિશ અને કૉન્ફિડન્ટ દેખાઈ શકો છો અને તમારા સામાનનું વજન પણ ઓછું રહેશે.
ADVERTISEMENT
મિનિમલિસ્ટ પૅકિંગ ટેક્નિક
ટ્રાવેલ-બૅગમાં કપડાં વધુ જગ્યા ન રોકે એ માટે રોલ પૅકિંગ ટેક્નિક અપનાવો. કપડાંને ગોઠવીને રાખવા કરતાં રોલ કરીને બૅગમાં મૂકશો તો જગ્યા પણ બચશે અને કપડામાં કરચલીઓ પણ નહીં પડે.
લાઇટવેઇટ સ્કાર્ફ અથવા શ્રગ કૅરી કરવાં જે સિમ્પલ કપડાંને પણ સ્ટાઇલિશ બનાવે છે.
ઍક્સેસરીઝમાં લુક્સને હટકે બનાવતા એક જ નેકલેસ કે ઇઅર-રિંગ્સ જે એકસાથે મલ્ટિપલ ડ્રેસ સાથે સૂટ થાય એવાં લેવાં એટલે ઘડી-ઘડી ચેન્જ કરવાની પણ માથાકૂટ નહીં.
કૉમ્પૅક્ટ અને સ્ટાઇલિશ ફુટવેઅરની પસંદગી કરો જે તમારી બૅગમાં જગ્યા ઓછી રોકે. એક જોડી આરામદાયક સ્નીકર્સ અને સૅન્ડલ આ માટે પૂરતાં છે.

