Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઉનાળામાં ઠંડક આપનારાં સુપર ફૂડને જાણો

ઉનાળામાં ઠંડક આપનારાં સુપર ફૂડને જાણો

Published : 27 March, 2026 02:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉનાળાની જલદ ગરમી શરૂ થઈ ગઈ છે. એમાં પણ મુંબઈની ગરમી એટલે અકળાવી નાખે એવી ગરમી. બહાર તડકામાં જાઓ અને ચામડી બળે, પરસેવો થાય, તાપ લાગે, લૂ લાગે અને એવું લાગે કે બફાઈ ગયા.

ધ્વનિ શાહ

ડૉક્ટર ડાયરી

ધ્વનિ શાહ


ઉનાળાની જલદ ગરમી શરૂ થઈ ગઈ છે. એમાં પણ મુંબઈની ગરમી એટલે અકળાવી નાખે એવી ગરમી. બહાર તડકામાં જાઓ અને ચામડી બળે, પરસેવો થાય, તાપ લાગે, લૂ લાગે અને એવું લાગે કે બફાઈ ગયા. એટલું જ નહીં, આ દરમિયાન શરીરની અંદરની ગરમી પણ ખૂબ વધી જાય છે. ઍસિડિટી, ગૅસ, પાચન મંદ પડી જવું, ગભરામણ, ઇરિટેશન જેવાં ઘણાં સામાન્ય ચિહ્નો છે જે દર્શાવે છે અંદરની ગરમી વધી ગઈ છે. ગરમીમાં માણસો ઠંડાં પીણાં, આઇસક્રીમ, બરફના ગોળા ખાઈપીને ઠંડક કરે છે. પરંતુ એ ખરી ઠંડક નથી, એનાથી ઉપરી ઠંડક મળે છે. શરીરને ઠંડક મળતી નથી. જેમ કે ફ્રિજનું પાણી પીવાથી એક આર્ટિફિશ્યલ ઠંડક મળે છે પરંતુ માટલાનું પાણી પીવાથી શરીરને કુદરતી અને અંદરથી ઠંડક મળે છે. આ બન્ને ઠંડકમાં ફરક છે. શરીરને અંદરથી ઠંડક આપનારાં, ઠંડક જ નહીં એની સાથે ઉનાળામાં શરીરને જરૂરી પોષણ આપનારાં અમુક સુપર ફૂડ કયાં છે એ આજે જાણીએ. 

પહેલા નંબરે આવશે તરબૂચ. તરબૂચ ૯૨ ટકા પાણીથી બને છે. તરબૂચને ફ્રૂટ તરીકે ખાઓ, એનો જૂસ પણ બનાવી શકો છો પરંતુ એને ગાળો નહીં તો વધુ સારું. બીજા નંબરે આવશે લેમન-મિન્ટ. લીંબુ અને ફુદીનો બન્ને ખૂબ જ ગુણકારી વસ્તુઓ છે અને જ્યારે એ બન્ને સાથે ભળે છે ત્યારે એ ઉનાળામાં પોષણ આપનારું બેસ્ટ કૂલર બની જાય છે. ત્રીજા નંબરે આવશે કાકડી. મુંબઈ જેવા શહેરમાં કાકડી બારેમાસ મળે છે પરંતુ એને ખાવાનો સમય એટલે ઉનાળો જ. વિટામિન B કૉમ્પ્લેક્સ, ફ્લેવનૉઇડ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર હોય છે કાકડી. ચોથા નંબરે આવશે નારિયેળ પાણી. ઉનાળામાં શરીરને જેની ખૂબ જરૂર હોય છે એ છે ઇલેક્ટ્રોલાઇટ્સ. આ પોટૅશિયમથી ભરપૂર આ નારિયેળ પાણી થકી હીટ સ્ટ્રોકથી બચી શકાય છે અને બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રાખી શકાય છે. 



 પાંચમા નંબરે આવે છે બાર્લી. સામાન્ય રીતે કોઈ પણ ધાન્યમાં કૂલિંગ ઇફેક્ટ હોતી નથી. પરંતુ બાર્લી એટલે કે જવ એક એવું ધાન્ય છે જેમાં ઠંડક છે. ઉનાળામાં બાર્લી વૉટર પીઓ. છઠ્ઠા નંબરે આવે છે જીરું. 


મસાલાઓ બધા ગરમ ગણાય છે પરંતુ બધા મસાલાઓમાં જીરું ઠંડકના ગુણો ધરાવે છે. જે લોકોને ગરમીમાં ખૂબ ઍસિડિટી થતી હોય તેમણે જમ્યા પછી શેકેલું જીરું કે એનો પાઉડર ફાકી જવો. એનાથી ઘણો ફાયદો થશે. સાતમા નંબરે છે સબ્ઝા. તકમરિયાં કહો કે ફાલૂદાનાં બીજ, અંગ્રજીમાં જેને બેઝિલ સીડ કહેવાય છે અને હિન્દીમાં સબ્ઝા બીજ, એ ગરમી માટે અત્યંત ફાયદાકારક ગણાય છે. એ શરીરની ગરમીને શોષી લે છે અને શરીરને તરત જ ઠંડું કરી દે છે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK