Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગંભીર અકસ્માત થાય તો તરત જીવ બચાવવા દોડી આવશે આ વાહન

ગંભીર અકસ્માત થાય તો તરત જીવ બચાવવા દોડી આવશે આ વાહન

Published : 11 August, 2025 12:02 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાત સરકારે અમદાવાદ અને સુરતમાં તહેનાત કર્યાં અભિરક્ષક વ્હીકલ : બત્રીસથી વધારે રેસ્ક્યુ સાધનો અને ઉપકરણોથી છે સજ્જ

ગુજરાત પોલીસે ખરીદેલાં અદ્યતન અભિરક્ષક વ્હીકલ.

ગુજરાત પોલીસે ખરીદેલાં અદ્યતન અભિરક્ષક વ્હીકલ.


ગુજરાતમાં ગંભીર માર્ગ-અકસ્માતની ઘટના સર્જાય ત્યારે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાનિ અટકાવી શકાય એ હેતુથી ગુજરાત પોલીસે અદ્યતન અભિરક્ષક વ્હીકલ ખરીદ્યાં છે. આ ઍક્સિડન્ટ રિસ્પૉન્સ ઍન્ડ રેસ્ક્યુ વ્હીકલને પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ અને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં તહેનાત કરવામાં આવ્યાં છે.


રાજ્યના ઍક્સિડન્ટ ડેટાનું ઍનૅલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માત સર્જાય છે એવા બે જિલ્લા પસંદ કરીને આ વાહનોને પાઇલટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યાં છે. આ અભિરક્ષક વાહન રોડ-ઍક્સિડન્ટના ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચીને તાત્કાલિક રિસ્પૉન્સ આપશે અને ગોલ્ડન અવર્સ દરમ્યાન ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલ સુધી પહોંચાડશે.



પાઇલટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આવનારા સમયમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ રેસ્ક્યુ વ્હીકલ તહેનાત કરવામાં આવશે.


શું સુવિધાઓ છે આ વાહનમાં?

આ આધુનિક વાહનમાં ઑક્સિજન-બૉટલ ઉપરાંત ૩૨થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યાં છે જેમાં મેટલ કટર, બોલ્ટ કટર, ગ્લાસ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર અને હેવીવેઇટ લિફ્ટ કરી શકે એવાં ખાસ પ્રકારનાં અદ્યતન વ્યાવસાયિક સાધનોનો સમાવેશ થયો છે. એ ઉપરાંત રાતના સમયે અસરકારક રેસ્ક્યુ થઈ શકે એ માટે પાવરફુલ લાઇટિંગ સિસ્ટમ અને જનરેટર પણ ઉપલબ્ધ છે. આ વાહનની બૉડી તેમ જ એન્ટ્રી–એક્ઝિટ ડિઝાઇન ફાયરપ્રૂફ અને હુમલારોધક છે.  


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2025 12:02 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK