જૈન સમાજ મેદાનમાં : કલેક્ટર કચેરીમાં રજૂઆત કરીને વિરોધ નોંધાવ્યો
દેરાસરને બચાવવા માટે જૈન સમાજ મેદાનમાં આવ્યો છે અને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
સુરતમાં મુગલીસરાના દરિયા મહેલ વિસ્તારમાં આવેલા આદીશ્વર ભગવાનના દેરાસર પાસેનું મકાન વિધર્મીને વેચતાં વિવાદ થયો છે અને દેરાસરને બચાવવા માટે જૈન સમાજ મેદાનમાં આવ્યો છે અને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
શ્રી આદીશ્વર જૈન દેરાસર પેઢીના જિજ્ઞેશ કાપડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૦૧ વર્ષથી વધુ પ્રાચીન શ્રી આદીશ્વર ભગવાન જૈન તીર્થ અને શ્રી ઓસિયાજી માતા મંદિર મુગલીસરાના દરિયા મહેલ વિસ્તારમાં આવેલાં છે. આ દેરાસરની આસપાસ ૫૦ જેટલા જૈન પરિવારો રહે છે, પરંતુ આ જૈન દેરાસરની લગોલગ આવેલી મિલકત એક જૈન ભાઈએ વિધર્મીને વેચવા પેરવી કરી છે. સુરતમાં અશાંત ધારો છે, છતાં પણ આ પ્રયાસ થયો છે. જૈન દેરાસર પાસેની મિલકત વિધર્મીને વેચવાના પ્રયાસ સામે જૈન સમુદાયમાં વિરોધ ઊઠ્યો છે અને આ તીર્થ બચાવવા માટે જૈન સમાજ એકઠો થયો છે. મંગળવારે સુરત જિલ્લાના નાયબ કલેક્ટર સમક્ષ આની સુનાવણી હતી, પરંતુ સામા પક્ષવાળા આવ્યા ન હોવાથી મુદત પડી છે. દેરાસર પાસેની મિલકત વિધર્મીને વેચાણથી ન અપાય એ માટે અમે રજૂઆત કરી હતી.’

