વડોદરામાં હેલ્મેટ પહેર્યા વગર ટૂ-વ્હીલર ચલાવતા વાહનચાલકોને મહિલા પોલીસે રાખડી બાંધીને અને ફ્રીમાં હેલ્મેટ પહેરાવીને સુરક્ષાનું વચન લીધું
વડોદરામાં પોલીસે ટૂ-વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરાવી હતી.
વડોદરામાં ગઈ કાલે પોલીસે આવકારદાયક પહેલ કરીને રક્ષાબંધનના દિવસે સુરક્ષાબંધનની ઉજવણી કરી હતી. એમાં તેમણે હેલ્મેટ પહેર્યા વગર ટૂ-વ્હીલર ચલાવતા વાહનચાલકોને ફ્રીમાં હેલ્મેટ પહેરાવીને સુરક્ષાનું વચન લીધું હતું.
રક્ષાબંધન નિમિત્તે વડોદરા પોલીસની ટ્રાફિક શાખા દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો. આ સર્કલ પાસેથી હેલ્મેટ પહેર્યા વગર પસાર થઈ રહેલા ટૂ-વ્હીલર ચલાવતા લોકોને ઊભા રાખીને મહિલા ટ્રાફિક-પોલીસ દ્વારા રાખડી બંધાવીને હેલ્મેટ પહેરવાના ફાયદા જણાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસ અધિકારીઓ તેમ જ પોલીસ કર્મચારીઓ દ્વારા વાહનચાલકોને હેલ્મેટ પહેરાવીને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી.

