પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં PhD કર્યા પછી તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં જોડાઈ ગયા હતા. ભારતથી દૂર રહેવા છતાં મેઘનાદ દેસાઈ નિરંતર ભારત અને ભારતના અર્થતંત્ર વિશે લખાણ કરતા રહ્યા હતા
મેઘનાદ દેસાઈ
ગઈ કાલે ભારતીય મૂળના બ્રિટિશ અર્થશાસ્ત્રી લૉર્ડ મેઘનાદ દેસાઈનું ૮૫ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. ભારત-બ્રિટનના સંબંધોને મજબૂત કરવામાં તેમની મોટી ભૂમિકા રહી છે. ૧૯૯૧માં તેમને બ્રિટનની સંસદમાં સ્થાન મળ્યું હતું. ૨૦૦૮માં ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.
મેઘનાદ દેસાઈ ૧૯૪૦માં વડોદરામાં જન્મ્યા હતા. પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં PhD કર્યા પછી તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં જોડાઈ ગયા હતા. ભારતથી દૂર રહેવા છતાં મેઘનાદ દેસાઈ નિરંતર ભારત અને ભારતના અર્થતંત્ર વિશે લખાણ કરતા રહ્યા હતા. તેમના મૃત્યુ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ શોક પ્રગટ કર્યો હતો.

