પહેલાં બે ટ્રેન વચ્ચે ૬.૩૫ મિનિટનો સમયગાળો રહેતો હતો જે હવે ઘટીને ૫.૫૦ મિનિટનો થઈ જશે. આ માટે એક અઠવાડિયા સુધી ટેસ્ટ લેવાઈ હતી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મેટ્રો-2A અને મેટ્રો-7માં પૅસેન્જરોની સંખ્યા વધી રહી છે. ગયા મંગળવારે ૮ જુલાઈએ એક જ દિવસમાં ૩,૦૦,૦૦૦ કરતાં વધુ પ્રવાસીઓએ મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો. ખાસ કરીને પીક અવર્સમાં રશ થતો હોવાથી મેટ્રોએ એની હાલની દિવસની ૨૮૪ સર્વિસમાં ૨૧ સર્વિસનો વધારો કર્યો છે જે પીક અવર્સમાં દોડાવવામાં આવશે. આના કારણે રશ વહેંચાઈ જશે અને લોકો પીક અવર્સમાં પણ આરામથી પ્રવાસ કરી શકશે. આ માટે મેટ્રોએ ૩ નવી રેક એના કાફલામાં સામેલ કરી છે. પહેલાં બે ટ્રેન વચ્ચે ૬.૩૫ મિનિટનો સમયગાળો રહેતો હતો જે હવે ઘટીને ૫.૫૦ મિનિટનો થઈ જશે. આ માટે એક અઠવાડિયા સુધી ટેસ્ટ લેવાઈ હતી અને પછી આજથી આ ફેરફાર રેગ્યુલર ધોરણે પર અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.
વૉટ્સઍપ ટિકિટ
એની સાથે જ હવે લાઇનમાં ઊભા રહીને ટિકિટ કઢાવવાને બદલે વૉટ્સઍપ ટિકિટના વિકલ્પનો પણ વધુ ને વધુ પ્રવાસીઓ ઉપયોગ કરી રહ્યા છે. ગયા મંગળવારે ૬૨,૨૮૨ લોકોએ વૉટ્સઍપ ટિકિટ કઢાવી હતી.

