સાઉથ મુંબઈમાં BMCની ઑફિસની બહાર ૨૯ જૂને વિરોધ-પ્રદર્શન કરવા અને પરિપત્રની હોળી કરવા માટે કોઈ પરમિશન લેવામાં આવી નહોતી
મુંબઈ યુનિવર્સિટી
સ્કૂલોમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી ભણાવવાનો વિરોધ કરવા માટે મુંબઈ યુનિવર્સિટીના પ્રોફેસર દીપક પવાર સાથે મળીને ૨૫૦ લોકોએ સરકારી પરિપત્રની હોળી કરી હતી જેના પગલે ગઈ કાલે મુંબઈ પોલીસે તેમની વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
સાઉથ મુંબઈમાં BMCની ઑફિસની બહાર ૨૯ જૂને વિરોધ-પ્રદર્શન કરવા અને પરિપત્રની હોળી કરવા માટે કોઈ પરમિશન લેવામાં આવી નહોતી એમ પોલીસે જણાવ્યું હતું. સાથે મરાઠી અભ્યાસ કેન્દ્રના દીપક પવાર સાથે કાર્યકરો સંતોષ શિંદે, સંતોષ ઘરાત વગેરે પણ જોડાયા હતા. તેમની વિરુદ્ધ ભારતીય ન્યાયસંહિતાની કલમ હેઠળ ગેરકાયદે રીતે ભેગા થવા માટે અને સરકારી અધિકારીનો આદેશ ન માનવા માટે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે હજી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

