નવી જેટીના પ્રોજેક્ટમાં ટર્મિનલ પ્લૅટફૉર્મ, ૧૫૦ કાર પાર્ક થઈ શકે એવું પાર્કિંગ, VIP વેઇટિંગ એરિયા, ઍમ્ફીથિયેટર, ફૂડ કોર્ટ, કૅફે અને ટિકિટ કાઉન્ટરનો સમાવેશ થાય છે.
બૉમ્બે હાઈ કોર્ટની ફાઈલ તસવીર
મહારાષ્ટ્ર સરકારનું હાલ મૉન્સૂન સત્ર ચાલી રહ્યું છે જેમાં ગઈ કાલે બંદર વિકાસ ખાતાના પ્રધાન નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘બૉમ્બે હાઈ કોર્ટે મંજૂરી આપી હોવાથી હવે ગેટવે ઑફ ઇન્ડિયા પર રેડિયો ક્લબની બાજુમાં નવી પૅસેન્જર જેટીના બાંધકામનું કામ આગળ વધી શકશે. અત્યાર સુધી જેટીનું ૨૦ ટકા જેટલું કામ થઈ ગયું છે. જોકે એ કામ પૂરું કરી આવતા મે મહિના સુધીમાં એ ચાલુ કરી દેવાય એવી અમારી નેમ છે.’
આ નવી જેટી બાંધવા સામે ઘણી બધી જનહિતની અરજીઓ કોર્ટમાં દાખલ કરાઈ હતી જેમનો મુખ્ય મુદ્દો એ હતો કે એ જેટી બાંધવાથી પાર્યવરણને નુકસાન થશે.
ADVERTISEMENT
એ નવી જેટીના પ્રોજેક્ટમાં ટર્મિનલ પ્લૅટફૉર્મ, ૧૫૦ કાર પાર્ક થઈ શકે એવું પાર્કિંગ, VIP વેઇટિંગ એરિયા, ઍમ્ફીથિયેટર, ફૂડ કોર્ટ, કૅફે અને ટિકિટ કાઉન્ટરનો સમાવેશ થાય છે.
બૉમ્બે હાઈ કોર્ટે આ બાબતે નિર્દેશ આપતાં કહ્યું છે કે ‘આ પ્રોજેક્ટ હેઠળ જે ઍમ્ફીથિયેટર બનાવવાના છો એનો ઉપયોગ ફક્ત પૅસેન્જરોને બેસવા માટે જ કરી શકાશે, ત્યાં એન્ટરટેઇનમેન્ટ ઍક્ટિવિટી નહીં થઈ શકે. બીજું, ત્યાં જે રેસ્ટોરાં કે કૅફે બનશે એમાં પાણી અને પૅકેજ્ડ ફૂડ જ સર્વ કરી શકાશે, ત્યાં ફૂડ રાંધીને નહીં પીરસી શકાય અને ત્રીજું, નેવીએ જે સૂચન કર્યું છે એ પ્રમાણે નવી જેટી બની ગયા બાદ હાલની જે ચાર જેટી છે એ તબક્કાવાર બંધ કરી દેવામાં આવશે.’
કેવા મસ્ત લાગે છે આ ખાડા, નહીં?
ચારકોપ બસ-ડેપોમાં એટલા ખાડા પડી ગયા છે કે રસ્તો જાણે બચ્યો જ નથી. (તસવીર : નિમેશ દવે)

