ગઈ કાલે સવારે ૬ વાગ્યે નોંધાયેલી વિગતો મુજબ મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયો મળીને કુલ ૯૦.૯૬ ટકા જેટલા પાણીનો સ્ટૉક થઈ ગયો છે.
તુલસી તળાવ ઓવરફ્લો
મુંબઈને પાણી પૂરુ પાડતાં ૭ જળાશયોમાંનું એક તુલસી તળાવ ગઈ કાલે સાંજે ૬.૪૫ વાગ્યે ઓવરફ્લો થઈ ગયું હતું એમ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના હાઇડ્રૉલિક ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું. ૮૦૪૬ મિલ્યન લીટરની કૅપેસિટી ધરાવતું તુલસી તળાવ નૅશનલ પાર્કમાં આવેલું છે. ગયા વર્ષે એ ૨૦ જુલાઈએ જ ઓવરફ્લો થઈ ગયું હતું. ગઈ કાલે સવારે ૬ વાગ્યે નોંધાયેલી વિગતો મુજબ મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયો મળીને કુલ ૯૦.૯૬ ટકા જેટલા પાણીનો સ્ટૉક થઈ ગયો છે.

