વન્દે માતરમ્ કંઈ ધાર્મિક ગીત નથી એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...
મંત્રાલયમાં વન્દે માતરમ્ સામૂહિક ગાનનું આયોજન
રાષ્ટ્રીય ગીત ‘વન્દે માતરમ્’ની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થયાં એની ઉજવણી નિમિત્તે ગઈ કાલે મહારાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ આ ગીતનું આખું સંસ્કરણ ગાવામાં આવ્યું હતું. મંત્રાલયમાં વન્દે માતરમ્ સામૂહિક ગાન બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આ કોઈ ધાર્મિક ગીત નથી. આ ગીત માતૃભૂમિ માટે બલિદાન આપવાની પ્રેરણા આપવા ઉપરાંત દેશની એકતા અને અખંડિતતા માટે સમર્પણ આપવાની ભાવના જગાડે છે. અમુક લોકો આ ગીતને ધાર્મિક ગીત ગણાવીને ગાવાની મનાઈ કરે છે, પણ મૌલાના અબુલ કલામ આઝાદ આ ગીતને ધાર્મિક ગીત ગણવાનો વિરોધ કરતા હતા એ યાદ રાખવું જોઈએ.’

ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસે લોકોને અપીલ કરી હતી કે ‘૨૦૪૭માં જ્યારે દેશ સ્વતંત્રતાની શતાબ્દીમાં પ્રવેશ કરી રહ્યો છે અને વિકસિત ભારત તરીકે ઊભરી રહ્યો છે ત્યારે ‘વન્દે માતરમ્’ ગીત થકી દેશના વિકાસ અને વિરાસત (વારસો) માટે કટિબદ્ધ થવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ.’


