મહિલાએ એક વર્ષ પહેલાં ૩૦ વર્ષના અબુઝઇર સફી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી જેને કારણે સફીએ જેલમાં જવું પડ્યું હતું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દિલ્હીમાં એક મહિલા પર બુધવારે હુમલો થયો હતો. અબુઝઇર સફી નામની વ્યક્તિએ એક મહિલાને છાતીમાં ગોળી મારી દીધી હતી. અત્યારે મહિલા સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલાએ એક વર્ષ પહેલાં ૩૦ વર્ષના અબુઝઇર સફી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી જેને કારણે સફીએ જેલમાં જવું પડ્યું હતું. વચગાળાના જામીન પર છૂટ્યા બાદ સફીએ તેનો પીછો કર્યો હતો. તે તેની સાથે વાત કરવા માગતો હતો, પણ મહિલાએ એનો ઇનકાર કર્યો હતો. બુધવારે સફીએ એક મિત્ર સાથે બાઇક પર જઈને ગોળી મારીને મહિલાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે સફી અને તેના સાથી અમન શુક્લાની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ દરમ્યાન એવું બહાર આવ્યું હતું કે સફી ફરિયાદી મહિલા પર ગુસ્સે હતો, કારણ કે તેણે તેની સામે ફોજદારી કેસ નોંધાવ્યો હતો.

