નિમણૂક સમિતિએ ઉર્જિત પટેલને ૩ વર્ષ માટે IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્તિને મંજૂરી આપી છે. ઉર્જિત પટેલે ૨૦૧૬માં ૪ સપ્ટેમ્બરથી RBIના ચોવીસમા ગવર્નર તરીકે સેવા આપી હતી.
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નિમણૂક સમિતિએ ઉર્જિત પટેલને ૩ વર્ષ માટે IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્તિને મંજૂરી આપી છે. ઉર્જિત પટેલે ૨૦૧૬માં ૪ સપ્ટેમ્બરથી RBIના ચોવીસમા ગવર્નર તરીકે સેવા આપી હતી.
તેમણે રઘુરામ રાજન પાસેથી RBIના ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ઉર્જિત પટેલે અંગત કારણોસર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરતાં પહેલાં જ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનો કાર્યકાળ ૨૦૧૮ની ૧૦ ડિસેમ્બરે રાજીનામાના એક દિવસ પછી સમાપ્ત થયો હતો. ૧૯૯૦ પછી તેઓ પ્રથમ RBI ગવર્નર હતા જેમણે તેમનો કાર્યકાળ પૂરો થાય એ પહેલાં રાજીનામું આપ્યું હતું.

