કોવૅક્સિન કરતાં કૉવિશીલ્ડના બે ડોઝ લેનારમાં વધુ ઍન્ટિબોડીઝ ઉત્પન્ન થાય છે એવા અહેવાલને ભ્રામક ગણાવતા ભારત બાયોટેકે જણાવ્યું હતું કે તેઓ પોતાની વૅક્સિનની ચોથી ટ્રાયલ હાથ ધરશે એટલું જ નહીં ત્રીજી ટ્રાયલનાં પરિણામો આવતા મહિને પબ્લિશ કરશે,
કોવૅક્સિન
કોવૅક્સિન કરતાં કૉવિશીલ્ડના બે ડોઝ લેનારમાં વધુ ઍન્ટિબોડીઝ ઉત્પન્ન થાય છે એવા અહેવાલને ભ્રામક ગણાવતા ભારત બાયોટેકે જણાવ્યું હતું કે તેઓ પોતાની વૅક્સિનની ચોથી ટ્રાયલ હાથ ધરશે એટલું જ નહીં ત્રીજી ટ્રાયલનાં પરિણામો આવતા મહિને પબ્લિશ કરશે, જેથી કોવૅક્સિનની ખરેખર અસરકારકતા વિશે ખબર પડે તેમ જ ત્યાર બાદ ફુલ લાઇસન્સ મેળવવા માટે પણ અરજી કરશે. કેન્દ્ર સરકારે આ બન્ને વૅક્સિન અલગ-અલગ હોવાથી એની સરખામણી ન કરવા જણાવ્યું હોવા છતાં પણ સંશોધનકર્તાઓ આ વિશે પોતાના અભિપ્રાય વ્યકત કરતા જ હોય છે. એવા જ એક અહેવાલમાં સીરમની કોવિશીલ્ડને વધુ પ્રભાવી ગણાવવામાં આવી હતી, જેનો જવાબ આપતા ભારત બાયોટેકના બિઝનેસ ડેવલપમેન્ટ હેડ ડૉ. રાચીશ ઇલાએ કહ્યું હતું કે આવા તારણની પણ એક મર્યાદા છે.

