પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટનો ડૉક્ટરોને આદેશ
પ્રતીકાત્મક તસવીર
પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ આદેશ આપીને ડૉક્ટરોને સ્પષ્ટ અને વાંચી શકાય એવાં પ્રિસ્ક્રિપ્શન લખવાનું કહ્યું છે. આદેશમાં સ્પષ્ટ પ્રિસ્ક્રિપ્શન લખવું એ કાયદેસર જરૂરી બનાવી દેવાયું છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે દરદીનો તેની સારવાર અને આરોગ્યની સ્થિતિ સમજવાનો અધિકાર બંધારણની કલમ ૨૧ હેઠળ મૂળભૂત અધિકાર સાથે જોડાયેલો છે. જસ્ટિસ જસગુરપ્રીત સિંહ પુરીએ કહ્યું કે કોર્ટને ડૉક્ટરો અને તબીબી વ્યવસાય પ્રત્યે ઊંડો આદર છે, પરંતુ લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ પણ જરૂરી છે.
કોર્ટે નિર્દેશ આપ્યો છે કે સરકારી હૉસ્પિટલોનાં હોય કે પ્રાઇવેટ, તમામ પ્રિસ્ક્રિપ્શનો અને ડાયગ્નૉસ્ટિક નોટ્સ સ્પષ્ટ અને વાંચી શકાય એવા સ્વરૂપમાં લખવામાં આવવાં જોઈએ. જો એ અંગ્રેજીના કૅપિટલ લેટર્સમાં લખવામાં આવે અથવા તો ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવે તો વધુ સારું રહેશે.

