પંજાબમાં પૂરને કારણે અસરગ્રસ્ત થયેલાં ગામોમાં જનજીવન ખોરવાઈ ગયું છે અને રાહત કામગીરી સામે પણ અનેક પડકાર ઊભા થયા છે.
પૂરની તબાહીમાં ઘર તૂટી પડ્યું પણ છત પર પંખો લટકતો રહ્યો
હિમાચલ પ્રદેશ તથા જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની ભરપૂર આવકથી પંજાબ ગંભીર પૂરનો સામનો કરી રહ્યું છે. પંજાબના ૧૦ જિલ્લાઓના ૧૩૦૦થી વધુ ગામડાંઓ પૂરથી પ્રભાવિત છે. પૂરમાં ફસાયેલા ગ્રામજનોને બચાવવા માટે સેનાએ આગેવાની લીધી છે. ફિરોઝપુરમાં ગટ્ટી રાજોકે ગામમાં એક ઘરની છત તૂટી પડતી હોવાનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં ઘર તૂટી પડ્યું છે પણ છતનો પંખો હવામાં લટકતો રહ્યો હતો. પંજાબમાં પૂરને કારણે અસરગ્રસ્ત થયેલાં ગામોમાં જનજીવન ખોરવાઈ ગયું છે અને રાહત કામગીરી સામે પણ અનેક પડકાર ઊભા થયા છે.

