એક વર્ષમાં ૭૩ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. અક્ષય પાઠકે આ મુદ્દે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG)ની બ્રૅન્ડ્સને પૅકેજિંગમાં સુધારો કરવાની વિનંતી કરી છે.
પ્રતીકાત્મક તસવીર
૨૫૦ મિલીલીટર (ML) લસ્સીના પૅકેજિંગની ડિઝાઇનમાં રહેલી ખામીને કારણે ભારતને દર વર્ષે ૭૩ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે એમ પ્રોડક્ટ મૅનેજર અક્ષય પાઠકે એક વિશ્લેષણ કર્યા બાદ જણાવ્યું છે. ૨૫૦ ML લસ્સી ટેટ્રાપૅકમાં ડિઝાઇનની ખામીને લીધે લગભગ પાંચ ML લસ્સી પી શકાતી નથી અને એનો બગાડ થાય છે. એને પરિણામે દરરોજ વેચાતાં ૪૦ લાખ ટેટ્રાપૅકમાં ૨૦,૦૦૦ લીટર જેટલી લસ્સીનો બગાડ થાય છે, જેની કિંમત આશરે ૨૦ લાખ રૂપિયા થાય છે. આમ એક વર્ષમાં ૭૩ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. અક્ષય પાઠકે આ મુદ્દે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG)ની બ્રૅન્ડ્સને પૅકેજિંગમાં સુધારો કરવાની વિનંતી કરી છે.

