બે ભાણેજનાં લગ્નમાં બે મામાઓએ એક કરોડ ૧૧ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને સવા કિલો ચાંદી અને સોનાનાં ઘરેણાં આપવામાં આવ્યાં હતાં જેની કિંમત લગભગ ૪૫ લાખ રૂપિયા જેટલી છે.
મામેરાનો પ્રસંગ
બિકાનેરમાં એક પરિવારે પરંપરા અને પ્રેમને કારણે નિભાવાતા મામેરાના પ્રસંગને રૉયલ બનાવી દીધો હતો. શનિવારે સીનિયાલા ગામમાં ભંવર અને જગદીશ લેધા નામના બે ભાઈઓએ તેમની બહેન મીરાના બે દીકરાઓનાં લગ્નનું મામેરું કર્યું હતું. બે ભાણેજનાં લગ્નમાં બે મામાઓએ એક કરોડ ૧૧ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને સવા કિલો ચાંદી અને સોનાનાં ઘરેણાં આપવામાં આવ્યાં હતાં જેની કિંમત લગભગ ૪૫ લાખ રૂપિયા જેટલી છે. બે ભાઈઓએ પોતાની બહેનના દીકરાઓનાં લગ્નમાં દિલ ખોલીને મામેરું કર્યું હતું. ભંવર અને જગદીશ લેધા રિયલ એસ્ટેટ ડેવલપર છે. તેમનું કહેવું છે કે આ માત્ર પરંપરાનું પ્રતીક નથી, પરંતુ અમારા બન્ને ભાણિયાઓ પ્રત્યેનો પ્રેમ છે.


