સ્થાનિક લોકોએ ચપળતા બતાવીને ૪૬ પ્રવાસીઓને પાણીમાંથી કાઢ્યા હતા
દુર્ઘટનામાં ૮ પ્રવાસીઓ અતિશય ગંભીર ઘાયલ થયા હતા
પશ્ચિમ બંગાળના નૉર્થ ૨૪ પરગણા જિલ્લામાં રાજારહાટ વિસ્તારમાં ગઈ કાલે વહેલી સવારે ૭.૩૦ વાગ્યે એક બસ નહેર પર બનેલી રેલિંગ તોડીને પાણીમાં પડી હતી. વહેલી સવારે થયેલી આ ઘટનામાં સ્થાનિક લોકોએ ચપળતા બતાવીને ૪૬ પ્રવાસીઓને પાણીમાંથી કાઢ્યા હતા. જોકે ૮ પ્રવાસીઓ અતિશય ગંભીર ઘાયલ થયા હતા અને તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.


