કિડનૅપિંગ અને ટૅરરિઝમના જોખમને દૂર રાખવા માટે આખી જર્ની દરમ્યાન કૉકપિટ લૉક થયેલી હોવી જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
જરા કલ્પના કરો કે તમે ફ્લાઇટમાં સફર કરી રહ્યા છો અને એ ફ્લાઇટ ઉડાડનાર પાઇલટ પોતાના પરિવારને પોતે કઈ રીતે પ્લેન ઉડાડે છે એ દેખાડવા માટે કૉકપિટનો દરવાજો ખુલ્લો રાખી દે તો શું થાય? યસ, બ્રિટિશ ઍરવેઝના એક પાઇલટે આવું કર્યું હતું અને એને પગલે નોકરી પણ ગુમાવી હતી. લંડનથી ન્યુ યૉર્ક જઈ રહેલી એક ફ્લાઇટમાં પાઇલટે એ જ પ્લેનમાં બેઠેલા પોતાના પરિવારજનોને દેખાડવા માટે કૉકપિટનો દરવાજો ખુલ્લો મૂકી દીધો હતો. એને કારણે પ્લેનમાં બેઠેલા બીજા પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. કૉકપિટમાં શું થાય છે એ બહારના લોકોને દેખાડવાનું નથી હોતું. એ માત્ર નિયમોનું ઉલ્લંઘન જ નથી, પરંતુ યાત્રીઓની સુરક્ષા માટે પણ જરૂરી છે. કિડનૅપિંગ અને ટૅરરિઝમના જોખમને દૂર રાખવા માટે આખી જર્ની દરમ્યાન કૉકપિટ લૉક થયેલી હોવી જરૂરી છે. કૉકપિટ ખુલ્લી રાખવાનું કારણ જ્યારે ઍરલાઇને જાણ્યું તો બ્રિટશ ઍરવેઝે તેને નિયમોના ઉલ્લંઘન બદલ સસ્પેન્ડ કરી દીધો હતો.

