હવે મર્સિડીઝ જેવી લક્ઝરી કાર ખરીદવાનું સપનું દરેક ક્લાસના લોકોનું હોય છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
હવે મર્સિડીઝ જેવી લક્ઝરી કાર ખરીદવાનું સપનું દરેક ક્લાસના લોકોનું હોય છે. જોકે આવું સપનું સાકાર કરવામાં મિડલ-ક્લાસ પરિવારની પૂંજી ખર્ચાઈ જતી હોય છે. જ્યારે પણ આવું સપનું પૂરું થાય ત્યારે લોકો મર્સિડીઝ જેવી કારની ડિલિવરી લેવામાં ઠાઠમાઠ તો કરે જ. જોકે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક ખેડૂતભાઈ તેમની પત્ની સાથે ૩ કરોડ રૂપિયાની મર્સિડીઝ કારની ડિલિવરી લેવા આવ્યા છે. આ ભાઈની સિમ્પલિસિટી લોકોને આંખે ઊડીને વળગી હતી. સફેદ ધોતી-કુરતા અને ફાળિયામાં સજ્જ ખેડૂતભાઈ લક્ઝુરિયસ કાર રિવિલ કરે છે અને એની ચાવી લેતાં પહેલાં તેમનાં પત્ની કારની આરતી કરે છે. ભાઈ એ આલીશાન ગાડીમાં બેસીને ભગવાનને પ્રાર્થના કરે છે અને પછી શાંત, સંતુષ્ટિભર્યા સ્માઇલ સાથે ગાડીની વિશેષતાઓ જુએ છે. આ વિડિયોમાં કાર ખરીદનારની સાદગી મોટા ભાગના લોકોને બહુ સ્પર્શી ગઈ હતી.

