ગઈ કાલે જર્મનીની સૌથી મોટી દરિયાઈ રેસ યોજાઈ હતી. આ રેસ માટે ઘોડાઓને અલગ પ્રકારની ટ્રેઇનિંગ આપવામાં આવે છે.
ઘોડાની રેસ
ઘોડાની રેસ તો પૌરાણિક કાળથી થતી આવી છે, પરંતુ જર્મનીમાં ઘોડાની રેસ માટે કોઈ ટ્રૅક નથી હોતો. અહીં દરિયાના પટમાં હૉર્સરેસ થાય છે. જ્યારે દરિયામાં ઓટ આવે ત્યારે થોડુંક પાણી ભરાયેલું હોય એવા પટ પર ઘોડાની રેસ થાય છે. આ રેસ જોવા માટે હજારો લોકો ભેગા થાય છે. ગઈ કાલે જર્મનીની સૌથી મોટી દરિયાઈ રેસ યોજાઈ હતી. આ રેસ માટે ઘોડાઓને અલગ પ્રકારની ટ્રેઇનિંગ આપવામાં આવે છે.

