વીજળીનો એ ઝાટકો એટલો શક્તિશાળી હતો કે થોડી સેકન્ડના જ કરન્ટમાં સંજયનું શરીર ગંભીર રીતે દાઝી ગયું
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના જબલપુરમાં રવિવારે એક અત્યંત ભયાવહ ઘટના બની હતી. શહેરમાં વાંદરાઓનો ત્રાસ વધી રહ્યો હતો. ધાબા પર વાંદરાઓ આવ્યા હતા એટલે સંજય નામના ભાઈએ એમને ભગાવવા માટે લોખંડનો એક સળિયો ઉપાડીને વાંદરા તરફ ઉગામ્યો હતો. વાંદરાને દૂર હાંકતાં-હાકતાં એક કિનારી પર સંજય પહોંચ્યો જ્યાં એક હાઈ ટેન્શન લાઇવ વાયર હતો. લોખંડનો સળિયો એને અડતાં અચાનક ધડાકો થયો હતો. વીજળીનો એ ઝાટકો એટલો શક્તિશાળી હતો કે થોડી સેકન્ડના જ કરન્ટમાં સંજયનું શરીર ગંભીર રીતે દાઝી ગયું અને તે છત પર પટકાયો અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.


