ટ્રૅક અને મશીનનું કામ કરતા કર્મચારીઓ દર મહિને ૨૧ દિવસ માટે આ જ ટ્રેનમાં રહે છે. તેમને કામના એ સમય દરમ્યાન અસુવિધા ન થાય એ માટે કોચને ફર્નિશ્ડ ફ્લૅટમાં કન્વર્ટ કરી દેવાયો છે.
ટ્રેનના ડબ્બાને કન્વર્ટ કરી દીધા છે -ઍરકન્ડિશન્ડ બેડરૂમમાં
બહારથી જૂની પુરાણી ટ્રેનનો ડબ્બો લાગે છે, પણ અંદર જતાં જ કોચની અંદર બેડરૂમ બનાવી દેવાયા હોય એવો એક વિડિયો વિશાલ માલવી નામના માણસે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. ટ્રેનની અંદરનો માહોલ જોઈને ઘડીભર માટે થાય કે આ તો મુંબઈના કોઈ કૉમ્પૅક્ટ મિડલ-ક્લાસ ફ્લૅટમાં આવી પહોંચ્યા છીએ. કોચની અંદર જ્યાં બેસવાની સીટ હોય એને બેડરૂમમાં કન્વર્ટ કરી દેવાયો છે. એમાં ઍરકન્ડિશનર, કૂલર અને વૉશિંગ મશીન સુધ્ધાં લગાવેલાં છે. આ જ ટ્રેનના આગળના ડબ્બાઓમાં કિચન અને બાથરૂમની પણ અલગથી સુવિધા છે. આ કારનામું કોઈ આમ આદમીનું નથી, પરંતુ રેલવે કર્મચારીઓનું જ છે. એમાં ટ્રૅક અને મશીનનું કામ કરતા કર્મચારીઓ દર મહિને ૨૧ દિવસ માટે આ જ ટ્રેનમાં રહે છે. તેમને કામના એ સમય દરમ્યાન અસુવિધા ન થાય એ માટે કોચને ફર્નિશ્ડ ફ્લૅટમાં કન્વર્ટ કરી દેવાયો છે.

