એ ૪૫ દિવસની હતી ત્યારે એને ત્યજી દેવામાં આવી હતી. સ્નેહાંશુ દેબનાથ અને હોઈ ચૌધરીએ એને ઉગારીને દત્તક લીધી હતી. હોઈ આર્ટિસ્ટ હોવાથી તેના સ્ટુડિયોમાં ડાલી આવતી હતી
હૈદરાબાદની ડાલી નામની બે વર્ષની લૅબ્રૅડોર ડૉગી વૉટર-કલરથી ઍબસ્ટ્રૅક્ટ ચિત્રો દોરે
હૈદરાબાદની ડાલી નામની બે વર્ષની લૅબ્રૅડોર ડૉગી વૉટર-કલરથી ઍબસ્ટ્રૅક્ટ ચિત્રો દોરે છે. એનું નામ સ્પૅનિશ આર્ટિસ્ટ સાલ્વાડોર ડાલીના નામ પરથી રાખવામાં આવ્યું છે. ચિત્રો બનાવવા માટે એને બ્રશ અને રંગનો ઉપયોગ કરવાનો શોખ છે અને એ માટે ખાસ પ્રકારનું બ્રશ બનાવવામાં આવ્યું છે. એ ૪૫ દિવસની હતી ત્યારે એને ત્યજી દેવામાં આવી હતી. સ્નેહાંશુ દેબનાથ અને હોઈ ચૌધરીએ એને ઉગારીને દત્તક લીધી હતી. હોઈ આર્ટિસ્ટ હોવાથી તેના સ્ટુડિયોમાં ડાલી આવતી હતી અને તમામ ચીજોને ધ્યાનથી જોતી હતી. એ પેઇન્ટિંગ કરવા માગે છે એવું જોઈને હોઈ ચૌધરીએ એને માટે ખાસ પ્રકારનું બ્રશ તૈયાર કરાવડાવ્યું હતું. સાત મહિનાની ઉંમરે ડાલીએ રમત-રમતમાં પહેલું પેઇન્ટિંગ બનાવ્યું હતું. અત્યાર સુધી એણે ૩૭ ચિત્રો દોર્યાં છે અને તમામ પેઇન્ટિંગ્સ એ કોઈ પણ પ્રકારના દબાણ વિના માત્ર મસ્તીમાં દોરે છે. ૨૦૨૪માં ડાલીનાં ૧૨ પેઇન્ટિંગ્સ કૅલેન્ડરમાં પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં જેના વેચાણથી ૩૫,૦૦૦ રૂપિયા મળ્યા હતા. આ નાણાં હૈદરાબાદની ઍનિમલ રેસ્ક્યુ સંસ્થા માર્ગને આપવામાં આવ્યાં હતાં. આ કૅલેન્ડરની ડિમાન્ડ અમેરિકા, કૅનેડા, ચીન અને થાઇલૅન્ડ જેવા દેશોમાંથી આવી છે. થોડા સમય બાદ ડાલીનાં પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજાશે.

