કેરલામાં પાણીમાં ફસાયેલી કાર કાઢવા માટે હાથીનો ઉપયોગ થયો હતો એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે
ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે
નદીના પાણીમાં ફસાઈને બંધ પડી ગયેલી કારને બહાર કાઢવાનું બહુ અઘરું હોય છે. સામાન્ય રીતે ક્રેન કે અર્થ મૂવરની મદદથી નદી-નાળામાં ફસાયેલી કાર કાઢવી પડતી હોય છે, પરંતુ કેરલામાં પાણીમાં ફસાયેલી કાર કાઢવા માટે હાથીનો ઉપયોગ થયો હતો એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ હાથી એકદમ ટ્રેઇન્ડ થયેલો હોય એવું લાગે છે, કેમ કે મહાવતના ઇશારે તે કાર સાથે બંધાયેલું દોરડું જાતે જ પોતાની સૂંઢમાં લે છે અને દાંત પાસે એનો વીંટો વાળીને આખી કારને પાણીમાંથી ઊંચકીને બહારની તરફ ખેંચે છે. વજન ઊંચકીને પાછા પગે ચાલવા માટે મહાવત એને ગાઇડ કરે છે અને હાથીભાઈ ખરેખર પળવારમાં તો કારને બહાર લઈ આવે છે.
કેરલામાં એક કારચાલક સ્ટન્ટ કરવા માટે ફૉર્ચ્યુનર કાર લઈને નદીના વહેણને પાર કરવાની કોશિશમાં પાણીમાં જ ફસાઈ ગયો છે અને સ્થાનિક લોકોએ આ સમસ્યામાં ગજરાજનો ઉપયોગ કર્યો હતો જેણે કોઈ જ લાંબી ખટપટ વિના ૨૧૦૦ કિલો વજનની કારને બહાર કાઢવાનું કામ આસાનીથી પાર પાડી દીધું હતું.

