અભિષેક ૭ મૅચમાં ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી ૩૧૪ રન T20 એશિયા કપ 2025માં બનાવીને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો
અભિષેક શર્મા
ભારતના સ્ટાર ઓપનર અભિષેક શર્મા અને સ્મૃતિ માન્ધનાને ગઈ કાલે સપ્ટેમ્બર માટેનાં ICC પ્લેયર ઑફ ધ મન્થ જાહેર કર્યાં હતાં. અભિષેક ૭ મૅચમાં ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી ૩૧૪ રન T20 એશિયા કપ 2025માં બનાવીને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. અભિષેક આ અવૉર્ડ ભારતના સ્પિનર કુલદીપ યાદવ અને ઝિમ્બાબ્વેના બૅટર બ્રાયન બેટેનને પછાડીને જીત્યો છે.
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ પહેલાં રમાયેલી ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં સ્મૃતિ ૩૦૦ રન કરીને પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ જીતી હતી. ભારતની આ વાઇસ-કૅપ્ટન સાથે અવૉર્ડ જીતવાના લિસ્ટમાં સાઉથ આફ્રિકાની તાઝમિન બ્રિટ્સ અને પાકિસ્તાનની સિદ્રા અમીન પણ હતી.

