બાઝબૉલ એટલે કે ટેસ્ટ-મૅચને T20ના અંદાજમાં રમવાની તેમની શૈલી ગાયબ થતાં ફીલ્ડ પર ભારતીય પ્લેયર્સે પણ ઇંગ્લૅન્ડના બૅટર્સને ટૉન્ટ માર્યો હતો.
રવિચન્દ્રન અશ્વિન
લૉર્ડ્સ ટેસ્ટ-મૅચની પહેલી ઇનિંગ્સમાં ડિફેન્સિવ બૅટિંગ કરીને ઇંગ્લૅન્ડે સૌને ચોંકાવી દીધા હતા. બાઝબૉલ એટલે કે ટેસ્ટ-મૅચને T20ના અંદાજમાં રમવાની તેમની શૈલી ગાયબ થતાં ફીલ્ડ પર ભારતીય પ્લેયર્સે પણ ઇંગ્લૅન્ડના બૅટર્સને ટૉન્ટ માર્યો હતો.
આ વિશે ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને કહ્યું, ‘બધાને અપેક્ષા હતી કે ઇંગ્લૅન્ડ ‘બાઝબૉલ’ રમવાનં ચાલુ રાખશે, પરંતુ તેઓએ ‘પ્રૅન્કબૉલ’ રમીને બધાને મૂર્ખ બનાવ્યા. તેઓ સામાન્ય રીતે પ્રતિ ઓવર ૪થી ૪.૫ના નેટ રન-રેટથી સ્કોર બનાવે છે, પરંતુ પહેલી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડ ત્રણના નેટ રન-રેટથી રમ્યું.’
ADVERTISEMENT
અશ્વિને જો રૂટે ૧૯૯ બૉલમાં રમેલી ૧૦૪ રનની ઇનિંગ્સની પ્રશંસા કરતાં કહ્યું હતું, તેની ઇનિંગ્સ એ ટેસ્ટ-ક્રિકેટ કેવી રીતે રમવું જોઈએ એનું ઉદાહરણ હતું.

