બાવીસ વર્ષનો વંશ બેદી તેના સ્થાને સંભાળશે પુરાણી દિલ્લી-6ની કમાન
રિષભ પંત
આવતી કાલે બીજી ઑગસ્ટથી દિલ્હી પ્રીમિયર લીગની બીજી સીઝન શરૂ થઈ રહી છે. ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંત ઇંગ્લૅન્ડ-ટૂર પર પગના ફ્રૅક્ચરને કારણે ઑલમોસ્ટ છ અઠવાડિયાં માટે ક્રિકેટથી દૂર રહેવાનો હોવાથી આ ટુર્નામેન્ટમાંથી પણ બહાર થયો છે. તેના સ્થાને પુરાણી દિલ્લી-6ની કમાન બાવીસ વર્ષનો ક્રિકેટર વંશ બેદી સંભાળશે.
રિષભ પંતને ૨૧ લાખ રૂપિયામાં રીટેન કરવામાં આવ્યો હતો. ૨૦૨૪ની પહેલી સીઝનમાં પણ તે આ ટીમનો કૅપ્ટન હતો, પણ વ્યસ્ત શેડ્યુલ અને વર્કલોડ મૅનેજમેન્ટને કારણે પંત મોટા ભાગની મૅચો રમી શક્યો નહોતો. IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સની સ્ક્વૉડમાં સામેલ વંશ બેદી વિકેટકીપર-બૅટર તરીકે ટીમનું નેતૃત્વ કરશે. તેને ૧૬ લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

