વડા પ્રધાને ભાષણ કરવા માટે લોકો પાસેથી સૂચનો મગાવ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
૧૫ ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા હોય છે. આ વખતે તેઓ સતત બારમી વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરશે. આ વર્ષે વડા પ્રધાને તેમના ભાષણમાં મુદ્દાઓનો સમાવેશ કરવા માટે જનતા પાસેથી સૂચનો મગાવ્યાં છે. આમ આ વખતે નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી જે ભાષણ આપશે એ ભારતના લોકો દ્વારા લખવામાં આવશે.
આ મુદ્દે નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું હતું કે ‘જેમ-જેમ આપણે આ વર્ષના સ્વતંત્રતા-દિવસ નજીક આવી રહ્યા છીએ, હું મારા સાથી ભારતીયો પાસેથી સાંભળવા આતુર છું. આ વર્ષના સ્વતંત્રતા દિવસના ભાષણમાં તમે કયા વિષયો અથવા વિચારો પ્રતિબિંબિત જોવા માગો છો?’
ADVERTISEMENT
દેશના લોકો MyGov અને NaMo ઍપની લિન્ક પર તેમના વિચારો શૅર કરી શકશે. ૧૨ ઑગસ્ટ સુધી આ લિન્ક દ્વારા વિચારો શૅર કરી શકાશે. આ લિન્ક 30 જુલાઈથી શરૂ કરવામાં આવી છે.

