મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) ઑગસ્ટના બીજા ભાગમાં વાનખેડે સ્ટેડિયમમાં નવા ક્રિકેટ મ્યુઝિયમના ઉદ્ઘાટનની તૈયારી કરી રહ્યું છે. આ મ્યુઝિયમને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવારનું નામ આપવામાં આવશે.
સુનીલ ગાવસકર અને શરદ પવાર
મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) ઑગસ્ટના બીજા ભાગમાં વાનખેડે સ્ટેડિયમમાં નવા ક્રિકેટ મ્યુઝિયમના ઉદ્ઘાટનની તૈયારી કરી રહ્યું છે. આ મ્યુઝિયમને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવારનું નામ આપવામાં આવશે. આ મ્યુઝિયમના પ્રવેશદ્ધાર પર શરદ પવારની સાથે ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરનું સ્ટૅચ્યુ મૂકીને તેમને સન્માનિત કરવામાં આવશે. અહીં મુંબઈના ક્રિકેટરો દ્વારા દાનમાં મળેલી દુર્લભ અને પ્રતિષ્ઠિત યાદગાર વસ્તુઓનો સંગ્રહ રાખવામાં આવશે. એમાં એક ઑડિયો-વિઝ્યુઅલનો અનુભવ પણ મળશે જે મુંબઈની ક્રિકેટયાત્રાની વાર્તાઓ, સિદ્ધિઓ અને યાદગાર ક્ષણોને જીવંત કરશે.
સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘મને ખૂબ જ આનંદ અને સન્માન છે કે મારી માતૃસંસ્થા MCAએ વાનખેડે સ્ટેડિયમ ખાતે નવા MCA શરદ પવાર ક્રિકેટ મ્યુઝિયમના પ્રવેશદ્વાર પર મારી પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. હું હંમેશાં MCAનો આભારી રહીશ જેમણે રમતમાં મારાં પ્રથમ પગલાં લેતી વખતે મારો હાથ પકડ્યો હતો.
BCCIનો પણ આભાર જેમણે મને મારી પાંખો ફેલાવવાની અને રમતમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાના મારા સ્વપ્નને પૂરું કરવાની તક આપી હતી. આ એક સન્માન છે જે હું જીવનભર જાળવી રાખીશ.’

