ભારતીય ટીમની અંતિમ બે લીગ-સ્ટેજ મૅચ બૅક-ટુ-બૅક દિવસમાં રમાશે
નેપાલ સામે જીત મેળવ્યા બાદ રાષ્ટ્રધ્વજ સાથે જીતની ઉજવણી કરતી ભારતીય વિમેન્સ ટીમ
ભારત-શ્રીલંકામાં આયોજિત પહેલા વિમેન્સ બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે સતત ત્રીજી જીત નોંધાવી છે. ગઈ કાલે બૅન્ગલોરમાં આયોજિત મૅચમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવીને ૨૦૯ રન ફટકાર્યા હતા. જવાબમાં નેપાલની ટીમ પાંચ વિકેટે ૧૨૪ રન જ કરી શકી હતી. નેપાલને ૮૫ રને હરાવીને ભારત ટુર્નામેન્ટમાં ટોચની ટીમ બની છે.
ભારતે આ પહેલાં શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયાને પણ માત આપી હતી. ભારતીય ટીમની અંતિમ બે લીગ-સ્ટેજ મૅચ બૅક-ટુ-બૅક દિવસમાં રમાશે. ભારતીય વિમેન્સ ટીમ આજે બૅન્ગલોરમાં અમેરિકા સામે રમ્યા બાદ આવતી કાલે શ્રીલંકાના કોલંબોમાં પાકિસ્તાન સામે ટકરાશે.


