T20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા કોહલીએ આ સમયગાળા દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યું છે.
વિરાટ કોહલી, કેન વિલિયમસ
ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન કેન વિલિયમસને ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને છેલ્લાં ૧૫ વર્ષમાં તમામ ફૉર્મેટમાં સૌથી મહાન પ્લેયર ગણાવ્યો છે. T20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા કોહલીએ આ સમયગાળા દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યું છે.
૩૪ વર્ષનો વિલિયમસન કહે છે, ‘વિરાટ કદાચ છેલ્લાં ૧૫ વર્ષમાં આપણે જોયેલાં તમામ ફૉર્મેટનો સૌથી મહાન પ્લેયર છે. ક્રિકેટપ્રેમી દેશમાં તેણે તેના પડકારોનો સામનો કર્યો અને તે ટોચ પર આવ્યો. અમે ઘણી રીતે સંપર્કમાં પણ રહ્યા છીએ, પરંતુ હા, એ ખરેખર સ્પર્ધાત્મક બાબત નહોતી. અમે ફક્ત ક્રિકેટ રમી રહ્યા નથી, પરંતુ લગભગ સમાંતર જીવન જીવી રહ્યા છીએ. જેમ તમે મોટા થાઓ છો એમ તમને અલગ વસ્તુઓનો અનુભવ થાય છે એથી તમે એકબીજા સાથે સમાન સ્તરે જોડાઓ છો.’

