આ લીગમાં રમનાર તે પ્રથમ ઇન્ટરનૅશનલ ભારતીય ક્રિકેટર બન્યો હોત
રવિચન્દ્રન અશ્વિન
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિચન્દ્રન અશ્વિને ઇન્જરીને લીધે ઑસ્ટ્રેલિય T20 લીગ બિગ બૅશની આગામી સીઝનમાંથી નામ પાછું ખેંચી લીધું છે. અશ્વિનને ચેન્નઈમાં ટ્રેઇનિંગ દરમ્યાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. અશ્વિન આ વર્ષની શરૂઆતમાં IPLમાંથી રિટાયરમેન્ટ લઈને વિદેશની લીગમાં રમવા વિશેના વિકલ્પમાં સિડની થન્ડર્સ ટીમ વતી રમીને બિગ બૅશમાં ડેબ્યુ કરવાનો હતો. જો આવું થયું હોત તો તે બિગ બૅશમાં રમનાર પહેલો ઇન્ટરનૅશનલ ભારતીય ખેલાડી બની શક્યો હોત.


