ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મૅન્ચેસ્ટમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ રવિવારે ડ્રૉ થઈને પૂરી થઈ હતી. જો રે, ભારતીય ટીમ માટે આ મોટી જીતથી ઓછું નહોતું. ચોથી ટેસ્ટ મેચ પૂરી થયા બાદ બીસીસીઆઈએ ચાહકોને નિરાશ કરી દીધા.
રિષભ પંતે શૅર કરેલી તસવીરોનો કૉલાજ
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે મૅન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રૉ થઈ હતી. જો કે, ભારતીય ટીમ માટે આ કોઈ જીતથી ઓછી નહોતી. ચોથી ટેસ્ટ પૂરી થયા બાદ બીસીસીઆઈએ ચાહકોને નિરાશ કરી દીધા. બૉર્ડે જણાવ્યું કે રિષભ પંત ઇજાને કારણે પાંચમી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. 5મી ટેસ્ટ માટે એન જગદીશનને પંતની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મૅન્ચેસ્ટમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ રવિવારે ડ્રૉ થઈને પૂરી થઈ હતી. જો રે, ભારતીય ટીમ માટે આ મોટી જીતથી ઓછું નહોતું. ચોથી ટેસ્ટ મેચ પૂરી થયા બાદ બીસીસીઆઈએ ચાહકોને નિરાશ કરી દીધા.
ADVERTISEMENT
રવિવારે રાત્રે BCCIએ માહિતી આપી હતી કે ઈજાને કારણે ઋષભ પંત પાંચમી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. પાંચમી ટેસ્ટ માટે પંતની જગ્યાએ એન. જગદીસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે પંતે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ પોસ્ટ કરી છે અને ચાહકોને પોતાના દિલની વાત કહી છે.
હું તમારા બધાનો આભારી છું
રિષભ પંતે પોતાનો ફોટો શૅર કર્યા છે અને લખ્યું છે કે, મને મળેલા બધા પ્રેમ અને શુભેચ્છાઓ માટે હું આભારી છું. તે ખરેખર મારા માટે શક્તિનો સ્ત્રોત રહ્યો છે. જેમ જેમ મારું ફ્રેક્ચર સાજું થશે અને હું ધીમે ધીમે આ પ્રક્રિયા સાથે અનુકૂલન સાધતો થઈશ, હું ફરી ક્રિકેટ રમવાનું શરૂ કરીશ. હું ધીરજ રાખીશ, રૂટીનનું ફૉલો કરીશ અને મારું 100 ટકા આપીશ. દેશ માટે રમવું હંમેશા મારા જીવનની સૌથી ગર્વની ક્ષણ રહી છે. હું જે કામન પ્રેમ કરું છું તે ફરીથી કરવા માટે આતુર છું.
View this post on Instagram
પંતે પોતાની બેટથી નવા લેવલ સેટ કર્યા
ઇંગ્લેન્ડના વર્તમાન પ્રવાસમાં પંતનું પ્રદર્શન ઉત્તમ હતું. તેણે 4 ટેસ્ટની 7 ઇનિંગ્સમાં શાનદાર બેટિંગ કરી. આ વિકેટકીપર બેટ્સમેને ૬૮.૪૨ ની સરેરાશ અને ૭૭.૬૩ના ઉત્તમ સ્ટ્રાઇક રેટથી ૪૭૯ રન બનાવ્યા. આ દરમિયાન, તેણે પોતાના નેચરલ શોટ્સ રમીને ટેસ્ટને વધુ રસપ્રદ બનાવી. ૪ મેચમાં, પંતે ૩ અડધી સદી અને ૨ સદી પણ ફટકારી.
તે હાલમાં આ ટેસ્ટ સિરીઝમાં ત્રીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે, એક બૉલ પંતના પગના અંગૂઠામાં વાગ્યો. આવી સ્થિતિમાં, તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને રિટાયર્ડ હર્ટ થઈને મેદાન છોડીને જવું પડ્યું હતું. જોકે, જરૂર પડ્યે, તે બીજા દિવસે બેટિંગ કરવા આવ્યો અને અડધી સદી ફટકારી.
નોંધનીય છે કે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ ઇન્જર્ડ રિષભ પંત વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ગઈ કાલે જાહેર કરેલા વિડિયોમાં કૉમેન્ટેટર રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘રમત પહેલાં મેં તેને પૂછયું કે ઉંગલી કૈસા હૈ. ઉંગલી ટૂટા તો નહીં હૈ, મૅચ ખેલ પાએગા? ત્યારે તેણે જવાબ આપ્યો કે ઝરુર ખેલૂંગા, ટૂટા ભી હોતા તો ભી ખેલતા હી.’

