ભારતનો વન-ડે વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરનો ઇન્જરી બાદનો પહેલો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. બરોળની ઇન્જરીને કારણે ત્રીજી વન-ડે બાદ તેને સિડનીની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જીવલેણ ઇન્જરીમાંથી બચેલો શ્રેયસ ઐયર સિડનીમાં પહેલી વખત જાહેરમાં જોવા મળ્યો
ભારતનો વન-ડે વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરનો ઇન્જરી બાદનો પહેલો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. બરોળની ઇન્જરીને કારણે ત્રીજી વન-ડે બાદ તેને સિડનીની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મહિનાની શરૂઆતમાં જ ડિસ્ચાર્જ મળ્યા બાદ તે હાલમાં સિડનીમાં રિકવરી પર ધ્યાન આપી રહ્યો છે. આ દરમ્યાન તેણે પહેલી વખત જાહેરમાં એક રેસ્ટોરાંમાં વિઝિટ કરી હતી. ત્યાંના શેફ સાથે પડાવેલો એક ફોટો વાઇરલ થતાં તેનો ઇન્જરી બાદનો પહેલો લુક જોવા મળ્યો હતો.


