ભારતીય મેન્સ ટીમ આ વર્ષે ૧૯ ઑક્ટોબરથી ૮ નવેમ્બર વચ્ચે ઑસ્ટ્રેલિયામાં વાઇટ બૉલ ક્રિકેટની સિરીઝ રમવા જશે. એમાં ૫૦-૫૦ ઓવરની મૅચ ડે-નાઇટ અને ૨૦-૨૦ ઓવરની મૅચ નાઇટ મૅચ રહેશે. આગામી સીઝન દરમ્યાન ઑસ્ટ્રેલિયાનાં તમામ રાજ્યો અને પ્રદેશોમાં પુરુષોની મૅચ યોજાશે
ભારતીય ટીમ વન-ડે અને T20 મૅચ માટે ઑસ્ટ્રેલિયાની ટૂર કરશે
ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ ટેસ્ટ-સિરીઝ પહેલાં ભારત સામે ૮ વાઇટ-બૉલ ક્રિકેટ મૅચ રમશે કાંગારૂ ટીમ. ભારતીય મેન્સ ટીમ આ વર્ષે ૧૯ ઑક્ટોબરથી ૮ નવેમ્બર વચ્ચે ઑસ્ટ્રેલિયામાં વાઇટ બૉલ ક્રિકેટની સિરીઝ રમવા જશે. એમાં ૫૦-૫૦ ઓવરની મૅચ ડે-નાઇટ અને ૨૦-૨૦ ઓવરની મૅચ નાઇટ મૅચ રહેશે. ૨૦૨૪ના અંતિમ મહિનાઓમાં બન્ને ટીમ વચ્ચે બૉર્ડર-ગાવસકર ટ્રોફીની ટેસ્ટ-સિરીઝમાં રસપ્રદ ટક્કર રહી હતી. હવે ૨૦૨૫ના અંતિમ મહિનાઓમાં બન્ને ટીમના સ્ટાર પ્લેયર્સ વચ્ચે ઑસ્ટ્રેલિયાની ધરતી પર ફરી એક વાર રોમાંચક મૅચો જોવા મળશે.
આગામી ૨૦૨૫-’૨૬ સીઝન દરમ્યાન ઑસ્ટ્રેલિયાનાં તમામ આઠ રાજ્યો અને પ્રદેશોમાં પ્રથમ વખત પુરુષોની ઇન્ટરનૅશનલ મૅચ યોજાશે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ શૅર કરેલા શેડ્યુલ અનુસાર કાંગારૂ ટીમ ભારત સામેની વાઇટ-બૉલ સિરીઝ બાદ ઇંગ્લૅન્ડ સામે ૨૦૨૫ની ૨૧ નવેમ્બરથી ૨૦૨૬ની ૮ જાન્યુઆરી વચ્ચે પાંચ મૅચની ઍશિઝ ટેસ્ટ-સિરીઝ રમશે.
૨૦૨૬માં ત્રણેય ફૉર્મેટની મૅચ રમવા ઑસ્ટ્રેલિયા જશે ભારતીય વિમેન્સ ટીમ
ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ આવતા વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયાની ટૂર કરશે, જ્યાં એ તમામ ફૉર્મેટની મૅચ રમશે. ૨૦૨૬ની ૧૫ ફેબ્રુઆરીથી ૯ માર્ચ વચ્ચે આ ટૂરમાં ત્રણ T20 અને ત્રણ વન-ડે મૅચની સાથે એકમાત્ર ટેસ્ટ-મૅચ પણ રમાશે.

