Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હું ભારતીય ટીમમાં કમબૅક કરીશ એમાં કોઈ શંકા નથી : પૃથ્વી શૉ

હું ભારતીય ટીમમાં કમબૅક કરીશ એમાં કોઈ શંકા નથી : પૃથ્વી શૉ

Published : 27 March, 2026 02:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૬ વર્ષનો આ ક્રિકેટર દિલ્હી કૅપિટલ્સ માટે ૧૪ ફિફ્ટીની મદદથી ૧૪૭.૪૬ના સ્ટ્રાઇકરેટથી ૧૮૯૨ રન ફટકારી ચૂક્યો છે.

પૃથ્વી શૉ

પૃથ્વી શૉ


મુંબઈમાં જન્મેલા બૅટ્સમૅન પૃથ્વી શૉએ દિલ્હી કૅપિટલ્સ સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝનની તૈયારી શરૂ કરવાની સાથે નૅશનલ ટીમમાં પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેના માટે ૨૦૨૩ અને ૨૦૨૪ની IPL સીઝન ખરાબ રહી હતી. ૨૦૨૫માં કોઈ ટીમે તેને ખરીદ્યો નહોતો. જોકે દિલ્હીએ હવે તેને ૭૫ લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 

છેલ્લે ૨૦૨૧માં ઇન્ટરનૅશનલ મૅચ રમનાર પૃથ્વી શૉએ કહ્યું હતું કે ‘હું ભારતીય ટીમમાં કમબૅક કરીશ એમાં કોઈ શંકા નથી. એ જ કારણ છે કે હું રમી રહ્યો છું અને ખૂબ મહેનત કરી રહ્યો છું. આજે હું પહેલાં કરતાં ત્રણગણી વધુ મહેનત કરી રહ્યો છું. મને લાગે છે કે હું ફક્ત ૧૦૦ ટકા જ નહીં, ૨૦૦ ટકા પણ આપી રહ્યો છું જેથી હું વાપસી કરી શકું.’



ગમે એટલા ઉતાર-ચડાવ આવ્યા પણ મેં એમનો સામનો ગૌરવ અને સ્મિત સાથે કર્યો એમ જણાવીને પૃથ્વી શૉએ કહ્યું હતું કે જેમ-જેમ તમે મોટા થાઓ છો તેમ-તેમ તમને તમારી ભૂલોનો અહેસાસ થાય છે. 


૨૦૧૮થી પૃથ્વી શૉ દિલ્હી કૅપિટલ્સ માટે IPL રમ્યો છે. ૨૬ વર્ષનો આ ક્રિકેટર દિલ્હી કૅપિટલ્સ માટે ૧૪ ફિફ્ટીની મદદથી ૧૪૭.૪૬ના સ્ટ્રાઇકરેટથી ૧૮૯૨ રન ફટકારી ચૂક્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 02:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK