લંડનમાં કિંગ કોહલીની મૂછ-દાઢીમાં સફેદ વાળ જોઈને તેના ફૅન્સ ચિંતિત
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ભારતીય ટીમના સ્ટાર બૅટર વિરાટ કોહલીનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. લંડનમાં એક ફૅન્સ સાથેના ફોટોમાં વિરાટની દાઢી અને મૂછ પર સફેદ વાળ જોઈને ફૅન્સ ચિંતામાં મુકાયા છે. ૩૬ વર્ષના કોહલીએ લંડનમાં યુવરાજ સિંહ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી ત્યારે નિવૃત્તિ વિશે રમૂજ કરી હતી કે ‘મેં બે દિવસ પહેલાં મારી દાઢીને કલર કરાવ્યો હતો. જ્યારે તમે દર ૪ દિવસે તમારી દાઢી રંગો છો ત્યારે તમને ખબર પડે છે કે નિવૃત્તિનો સમય આવી ગયો છે.’
T20 અને ટેસ્ટની જેમ વિરાટ કોહલી વન-ડેમાંથી પણ અચાનક નિવૃત્તિ ન લઈ લેને એવા સવાલ ફૅન્સના મનમાં ઊભા થયા છે. બંગલાદેશ સામેની ઑગસ્ટની વન-ડે સિરીઝ રદ થયા બાદ શ્રીલંકા સાથે વન-ડે સિરીઝ માટે હમણાં સુધી યોગ્ય નિર્ણય ન આવતાં કોહલીની મેદાન પર વાપસીની રાહ વધી છે. ભારતીય ટીમ હવે ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયા ટૂરમાં વન-ડે સિરીઝ રમશે.

