સેલિબ્રિટીઝના ઘર પાસેની કચરાપેટીઓનો વિચિત્ર સર્વે : અજય દેવગનના ઘર પાસે દારૂની ખાલી બૉટલો મળી
અવૉર્ડ, દારૂની બૉટલો
સોશ્યલ મીડિયામાં કન્ટેન્ટ ક્રીએટર જાતજાતનાં ગતકડાં કરતા રહેતા હોય છે. આવા જ એક કન્ટેન્ટ ક્રીએટર સાર્થક સચદેવાએ એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે સેલિબ્રિટીઝના ઘરનો કચરો ચેક કર્યો હતો. આ વિડિયોમાં અલગ-અલગ સેલિબ્રિટીના ઘરમાંથી ચોંકાવનારી વસ્તુઓ મળી હતી.
આ વિડિયોમાં દર્શાવવામાં આવ્યું હતું કે જ્યારે કન્ટેન્ટ ક્રીએટરે બાંદરામાં આવેલા સલમાન ખાનના ગૅલૅક્સી અપાર્ટમેન્ટ સામેનું ડસ્ટ-બિન ખોલ્યું તો એમાંથી રાઇસની ખાલી થેલીઓ મળી આવી હતી. આ પછી અજય દેવગનના ઘરની સામેનું ડસ્ટબિન ચૅક કર્યું તો એમાંથી ચૉકલેટ્સ, તમાકુ અને બીજા સ્નૅક્સની સાથે-સાથે દારૂની ખાલી બૉટલ્સ પણ મળી આવી હતી.
ADVERTISEMENT
જોકે સાર્થકને સૌથી ચોંકાવનારી વસ્તુ અક્ષય કુમારના ઘર પાસેના ડસ્ટબિનમાંથી મળી હતી. આમાંથી તેને નાળિયેરનાં છોતરાં, નકામી સ્ક્રિપ્ટ તેમ જ તેને ક્યારેક એનાયત થયેલો જૂનો અવૉર્ડ મળી આવ્યો હતો.
આ સિવાય સાર્થકને સચિન તેન્ડુલકર અને શ્રદ્ધા કપૂરના ઘર પાસેની કચરાપેટીમાંથી પાણીની બૉટલ્સ, ઇઅરફોન અને ઍરપૉડ્સ જેવી વસ્તુઓ મળી આવી હતી.

