શ્રીયા સરનનું પતિ સાથે કૅમેરા સામે લિપ-લૉક અને સોનાક્ષી સિંહા-ઝહીર ઇકબાલની મસ્તી
ઝહીર ઇકબાલ સાથે સોનાક્ષી સિંહા, પતિ ઍન્દ્રે સાથે શ્રીયા સરન
બુધવારે ફિલ્મમેકર રમેશ તૌરાનીએ દિવાલી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દિવાલી પાર્ટીમાં બૉલીવુડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.
ADVERTISEMENT
હૃતિક રોશન-સબા આઝાદ
અહીં હૃતિક રોશન ૧૨ વર્ષ નાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જોવા મળ્યો હતો.
શાહરુખ ખાન અને સુનીતા આહુજા
આ પાર્ટીમાં શાહરુખ ખાન અને ગોવિંદાની પત્ની સુનીતાએ એકબીજા સાથે ઘણી વાતચીત કરી હતી તેમ જ તસવીર ક્લિક કરાવી હતી. શાહરુખ અને સુનીતાની આ તસવીર ચર્ચામાં છે.
શ્રીયા સરનનું જાહેરમાં લિપ-લૉક
આ પાર્ટીમાં શ્રીયા સરન તેના પતિ ઍન્દ્રે સાથે આવી હતી. શ્રીયાએ ગોલ્ડન સાડી પહેરી હતી. શ્રીયા અને તેના પતિએ કૅમેરાની સામે એકબીજાને લિપ કિસ કરી હતી જેણે સોશ્યલ મીડિયામાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
ઝહીર ઇકબાલની મસ્તી
રમેશ તૌરાનીની દિવાલી પાર્ટીમાં સોનાક્ષી સિંહા અને પતિ ઝહીર ઇકબાલે પણ હાજરી આપી હતી. સોનાક્ષી અને ઝહીર તાજેતરમાં ડિઝાઇનર વિક્રમ ફડણીસના ફૅશન-શોમાં જોવા મળ્યાં હતાં ત્યારથી સોનાક્ષીની પ્રેગ્નન્સીની ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાને ધ્યાનમાં રાખીને ઝહીરે આ પાર્ટીમાં ફોટોગ્રાફર્સની સામે સોનાક્ષીના પેટ પર હાથ રાખીને મસ્તી કરી હતી. જોકે આ દંપતીએ ચર્ચા વિશે કોઈ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું.

