માર્ચ ૨૦૨૩ પહેલાં આ વાહનો લીઝ પર લેવામાં આવ્યાં હતાં જેનાં ફિટનેસ સર્ટિફિકેટ અને ઇન્શ્યૉરન્સ આઠ મહિના અગાઉ એક્સપાયર થઈ ચૂક્યાં છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST-બેસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓની સેવા માટે લીઝ પર લેવાતી ઇલેક્ટ્રિક કારનાં ફિટનેસ સર્ટિફિકેટ અને ઇન્શ્યૉરન્સ ન હોવાનો દાવો લેબર યુનિયને કર્યો છે.
તેમના કહેવા મુજબ બેસ્ટના ટ્રાફિક અને ઇલેક્ટ્રિસિટી બન્ને યુનિટ માટે કુલ ૧૪૨ ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવામાં આવે છે. માર્ચ ૨૦૨૩ પહેલાં આ વાહનો લીઝ પર લેવામાં આવ્યાં હતાં જેનાં ફિટનેસ સર્ટિફિકેટ અને ઇન્શ્યૉરન્સ આઠ મહિના અગાઉ એક્સપાયર થઈ ચૂક્યાં છે. બેસ્ટ દ્વારા ૧૫ વર્ષ માટે આ વાહનો લીઝ પર લેવાયાં છે. દરમ્યાન જો કોઈ અકસ્માત થાય તો ફિટનેસ સર્ટિફિકેટ અને ઇન્શ્યૉરન્સ ન હોવાને કારણે કોઈ વળતર મળે નહીં એટલે બેસ્ટના કર્મચારીઓના જીવનું જોખમ તો છે જ અને સાથે કોઈ અકસ્માત થાય તો વળતર ન મળવાની સમસ્યા પણ છે, એમ યુનિયનના એક સભ્યે જણાવ્યું હતું. બેસ્ટે આ બાબતે હજી કોઈ સ્પષ્ટતા કરી નથી.

