૩ જુલાઈએ શરૂ થયેલી અમરનાથ યાત્રા ૯ ઑગસ્ટ સુધી ચાલુ રહેવાની છે
અમરનાથ તીર્થસ્થળ
અમરનાથ તીર્થસ્થળના બન્ને રૂટ પર ગઈ કાલથી યાત્રા અટકાવી દેવામાં આવી છે. તાજેતરમાં જમ્મુ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રાના બન્ને રૂટ પર ભારે નુકસાન થયું છે. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા આ વિસ્તારમાં તાત્કાલિક સમારકામ અને જાળવણી માટેનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ સમારકામ માટે ૩ ઑગસ્ટ સુધી યાત્રા સ્થગિત કરવામાં આવી છે.
૩ જુલાઈએ શરૂ થયેલી અમરનાથ યાત્રા ૯ ઑગસ્ટ સુધી ચાલુ રહેવાની છે. ગયા વર્ષે ૫,૧૦,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા કરીને બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં હતાં, જ્યારે આ વર્ષે અત્યાર સુધી ૪,૦૫,૦૦૦ જેટલા દર્શનાર્થીઓ અમરનાથ ગુફા સુધી પહોંચી દર્શન કરી શક્યા છે.

