Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં જૂનાં વાહનોને ફ્યુઅલ ન આપવાનો આદેશ હટાવવામાં આવ્યો

દિલ્હીમાં જૂનાં વાહનોને ફ્યુઅલ ન આપવાનો આદેશ હટાવવામાં આવ્યો

Published : 04 July, 2025 08:35 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્ય સરકારના આદેશ અંતર્ગત દિલ્હીમાં ૧૦ વર્ષથી જૂની ડીઝલની અને ૧૫ વર્ષથી જૂની પેટ્રોલની કારને ફ્યુઅલ ન આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિલ્હી સરકારે કમિશન ફૉર ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટને પત્ર લખીને એન્ડ ઑફ લાઇફ વેહિકલ અંતર્ગત જૂનાં વાહનોને ફ્યુઅલ ન આપવાના આદેશ પર તાત્પૂરતી રોક લગાવવાની માગણી કરી છે. પર્યાવરણપ્રધાન મનજિન્દર સિંહ સિરસાએ પત્ર લખીને જણાવ્યું હતું કે જ્યાં સુધી ઑટોમૅટિક નંબરપ્લેટ રેકગ્નિશન સિસ્ટમ પૂરા શહેરમાં બરાબર લાગુ ન થઈ જાય ત્યાં સુધી આ આદેશને રોકવામાં આવે.


રાજ્ય સરકારના આદેશ અંતર્ગત દિલ્હીમાં ૧૦ વર્ષથી જૂની ડીઝલની અને ૧૫ વર્ષથી જૂની પેટ્રોલની કારને ફ્યુઅલ ન આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો, પરંતુ પર્યાવરણપ્રધાને સ્પષ્ટતા કરી હતી કે આ આદેશને હમણાં લાગુ નહીં કરાય. તેમણે કહ્યું હતું કે ‘ગાડીઓનું એમની ઉંમરના આધારે નહીં પરંતુ એમાંથી નીકળતા પ્રદૂષણના સ્તરના આધારે આકલન થવું જોઈએ. બીજું, NCRના તમામ ભાગોમાં એકસાથે આ નિયમ લાગુ થવો જોઈએ જેથી કોઈ પણ વાહનચાલકો સાથે ભેદભાવ ન થાય.’


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2025 08:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK