કૅમેરા ધરાવતાં સ્માર્ટ ગૉગલ્સ પહેરીને ગયેલા ૬૬ વર્ષના સુરેન્દ્ર શાહની અટક
ગુજરાતના ૬૬ વર્ષના સુરેન્દ્ર શાહ
કેરલાની રાજધાની તિરુવનંતપુરમમાં આવેલા શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં કૅમેરા ધરાવતાં સ્માર્ટ ગૉગલ્સ પહેરીને પ્રવેશનારા ગુજરાતના ૬૬ વર્ષના સુરેન્દ્ર શાહની પોલીસે અટક કરી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી.
આ સંદર્ભે પોલીસે જણાવ્યું હતું કે કૅમેરાથી સજ્જ ચશ્માં જેવાં ઉપકરણ મંદિરમાં પ્રતિબંધિત છે. રવિવારે સુરેન્દ્ર શાહે મુખ્ય પ્રવેશદ્વારથી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. તેમની હિલચાલથી સુરક્ષા-કર્મચારીઓને શંકા ગઈ હતી અને તેમણે તેને પાછા બોલાવીને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે તેમનાં ચશ્માંમાં કૅમેરા છુપાવેલો છે. એ પછી તેમને તાત્કાલિક મંદિરની બહાર લઈ જવામાં આવ્યા હતા અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ (જાહેર સેવકોના કાયદેસરના આદેશોનું ઉલ્લંઘન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સુરેન્દ્ર શાહ દ્વારા આમ કરવામાં કોઈ દુર્ભાવનાપૂર્ણ ઇરાદો હોવાની શંકા નથી, પરંતુ વિગતવાર તપાસ ચાલી રહી છે. સુરેન્દ્ર શાહને પૂછપરછ માટે હાજર રહેવાની નોટિસ આપવામાં આવી છે

