Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શું ભગવાન બે અલગ-અલગ દિવસે જન્મી શકે?

શું ભગવાન બે અલગ-અલગ દિવસે જન્મી શકે?

Published : 18 August, 2025 11:25 AM | Modified : 18 August, 2025 01:40 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેરલામાં ૧૪ સપ્ટેમ્બરે જન્માષ્ટમી મનાવવામાં આવશે એટલે શશી થરૂરનો સવાલ

શશી થરૂર

શશી થરૂર


કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે કેરલામાં ૧૪ સપ્ટેમ્બરે જન્માષ્ટમી મનાવવામાં આવનારી હોવાથી સવાલ ઉઠાવ્યો છે. તેમણે એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં પૂછ્યું હતું કે જ્યારે સમગ્ર દેશમાં જન્માષ્ટમી ૧૬ ઑગસ્ટે ઊજવવામાં આવી હતી તો પછી કેરલામાં ૬ અઠવાડિયાં પછી કેમ ઊજવવામાં આવશે? જ્યારે કેરલાના લોકો સાથે મળીને ક્રિસમસ ઊજવે છે તો પછી જન્માષ્ટમી પર ભેદભાવ કેમ? શું કોઈ મને કહી શકે છે કે આવું કેમ છે? એ વાત ચોક્કસ છે કે ભગવાનનો જન્મ બે અલગ-અલગ તારીખે થઈ શકતો નથી, એક વાર હમણાં અને એક વાર છ અઠવાડિયાં પછી. શું એવું ન થઈ શકે કે એક ધર્મના બધા અનુયાયીઓ બધા તહેવારો સાથે મળીને ઊજવી શકે?


મલયાલમ કૅલેન્ડર મુજબ આ વર્ષે જન્માષ્ટમી ૧૪ સપ્ટેમ્બરે રવિવારે ઊજવવામાં આવશે.



અગાઉ શશી થરૂરે એક વિડિયો શૅર કર્યો હતો અને ભગવાન શ્રીકૃષ્ણની સલાહ વિશે વાત કરી હતી. સામાન્ય રીતે અંગ્રેજીમાં બોલતા શશી થરૂરે હિન્દીમાં બોલતાં કહ્યું હતું કે ભારતીય રાજકારણ અને નેતાઓ મહાભારત, ભગવદ્ ગીતા અને ભાગવત પુરાણમાંથી શું શીખે છે? મને લાગે છે કે ધર્મ સૌથી ઉપર છે. શ્રીકૃષ્ણએ તેમના જીવનભર ધર્મ જાળવવા માટે સંઘર્ષ કર્યો. તેમનું અંતિમ લક્ષ્ય ધર્મ સ્થાપિત કરવાનું અને દુષ્ટોને સજા કરવાનું છે.


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2025 01:40 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK